નર્મદા-ભરૂચ: સ્ટેચ્યુ ઓફ યુનિટી – એકતાનગરને અંકલેશ્વર સાથે જોડવા માટે હાઇ-સ્પીડ 6 લેન RCC કોરિડોર બનાવવાના સરકારના નિર્ણય સામે ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી ગ્રામજનોએ સખત વિરોધ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને અંકલેશ્વરથી જોડતા આશરે 100 કિલોમીટરના 6 લેન હાઇ-સ્પીડ કોરિડોર બનાવવા મંછા જાહેર કરી દીધી છે અને પ્રાંત અધિકારી દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સર્વે નંબરની જરૂરી નોટિસો આપી જમીન સંપાદન કરવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. ત્યારે ગ્રામજનોએ આ નવા રોડના પ્રોજેક્ટને રદ કરી, જે છે તેજ અંકલેશ્વર-રાજપીપલા સ્ટેટ હાઇવે પર જ વિકાસ કરવાની માંગણી સાથે કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું છે.

આ હાઇ-સ્પીડ કોરિડોર કુલ અંદાજિત 55 જેટલા ગામો અને 2300 જેટલા સર્વે નંબરોને અસર થશે. નર્મદા જિલ્લાના 35 જેટલા ગામોમાં સંપાદન માટે 1300 થી વધુ સર્વે નંબરોનો સામેલ છે. આ રોડ અંકલેશ્વરથી રાજપીપળા (60 કિમી) અને રાજપીપળાથી કેવડીયા-એકતાનગર (25 કિમી) મળીને કુલ આશરે 85 કિમી જેટલો બનાવવામાં આવનાર છે. ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો આ પ્રોજેક્ટ ચાલુ રહેશે, તો તેઓ તેમની જમીનો બચાવવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here