ડિજિટલ પ્લેટફોર્મ અને મોબાઈલ એપ પરથી ઈન્સટન્ટ લોન આપવાની ઓફર કરના ડિજિટલ પ્લેટફોર્મ અને મોબાઈલ એપ પરથી ઘણા લોકો લોન લેતા હોઈ છે. પરંતુ જો તમે બીજા લોકો લોન લેવાનું વિચારી રહ્યા છો તો થઈ જાવ સાવધાન. તેનાથી માત્ર તમારા ડોક્યુમેન્ટ્સ સાથે જ છેતરપિંડી નહીં પણ ઉંચા વ્યાજ દર સાથે લોનની ઓફ કરે છે. તેની સાથે લોનની રિકવરી કરવાની રિત પણ તેમની ખૂબજ ખોટી હોય છે. એવામાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ચેતવણી આપી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બુધવારે એવી મોબાઈલ એપ અને ડિજિટલ પ્લેટફોર્મ પરથી પર્સનલ લોન કે નાના વ્યવસાય માટે અનધિકૃત લોન લેવાથી બચવા કહ્યું કે, જે તાત્કાલિક અને કોઈ પણ કાગળ વગર લોન આપવાની ઓફર કરે છે.
RBIએ કહ્યું છે કે, આવા પ્લેટફોર્મના વ્યાજ દર પણ ઘણા ઉંચા હોય છે અને વધારા ચાર્જ પણ હોય છે. તેની સાથે જ, તેઓ મોબાઈલ ફોન ધારકોના ડેટાનો ખોટો ઉપયોગ પણ કરે છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે સામાન્ય લોકોને સાવધાન કરવામાં આવે છે કે, આ પ્રકારની ખોટી પ્રવૃતિઓ અને ઓનલાઈન મોબોઈસ એપના માધ્યમથી કંપની ફોર્મની લોનની ઓફરની ચકાસણી કરો. કેવાઈસી ડોક્યૂમેન્ટસ કોઈ અજાણી વ્યક્તિ, અનધિકૃત એપને આપવાથી બચવું જોઈએ અને આવી ઘટનાઓ વિશે સંબંધિત કાનૂન પ્રવર્તન એજન્સીઓને જાણ કરવું જોઈએ.
વધુમાં કહ્યું હતું કે, ગ્રાહકોએ કેવાઈસી ડોક્યૂમેન્ટસ કોઈ અજાણી વ્યક્તિ, અનધિકૃત એપને આપવાથી બચવું જોઈએ અને આવી ઘટનાઓ વિશે સંબંધિત કાનૂન પ્રવર્તન એજન્સીઓને જાણ કરવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.