ભિલીસ્થાન ટાઈગર સેના વાંસદા તાલુકા અધ્યક્ષ મહેન્દ્ર પટેલની આગેવાનીમાં દુબર ફળિયા ગ્રામજનો દ્વારા અધૂરા કામની તપાસની માંગ સાથે આવેદપત્ર આપવામાં આવ્યું છે. આવેદન પત્ર જણાવવામાં આવ્યું છે કે તારીખ ૦૩-૦૯-૨૦૨૦ના દિવસે જાહેર માહિતી અધિકારી પાસેથી માગેલી માહિતીનો અભ્યાસ કરતા, રસ્તા, બાકડા, બોર, ટાંકી અને નળ કનેકશન વગેરે કામો અધૂરા છે તે બાબતે આજ રોજ આવેદન પત્ર આપવામાં આવ્યું છે
મહેન્દ્ર પટેલ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ અધૂરા કામની વિગત જોઈએ તો ચાર જેવા રસ્તામાં ભષ્ટ્રાચાર વિશેની વાત છે. એક દુબર ફળિયા ગામે ભાનુભાઇ લાહનુભાઈ ના ઘરથી ઇસાન મગળભાઈના ઘર તરફ જતો ડામર રસ્તો જે ૨૯૬ મીટર છે. જે અસલમાં રસ્તો અંદાજીત ૨૧૦ મીટર બનેલ છે અને વાઘ દેવ ફળિયા થી વાલઝર જતા રસ્તાથી મકનભાઈ વીટળાભાઇના ઘર સુધી રસ્તો ૩૦૦ મીટરની ગ્રાન્ટ ફાળવેલ છે પરંતુ તપાસ કરતા જોવા મળ્યું કે અહી માટી મેટલ કામ ૧૬૫ મીટર થયેલ છે અને ડામરનું કામ ૧૦૬ મીટર જ થયેલ છે જે રસ્તા પર નજર નાખતા ખબર પડે છે.
બીજી અન્ય ઘટના વિષે વાત કરીએ તો લલ્લુ ભાઈ ભાટીયા ભાઈના ઘરેથી જયેશ ભાઈ બસનું ભાઈના ઘર સુધી ડામર રસ્તો જે તાંત્રિક મંજૂરી ક્રમાંક ૫૩૮૬ જાન્યુઆરી ૨૦૧૮માં ૧૦૫ મીટર બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર અને ઉપયોગ કરેલ તે બીજા હપ્તામાં કામ થયેલ છે. અને બુધાભાઈ રામજી ભાઈના ઘરથી રવલા ભાઈ રામજી ભાઈના ઘર સુધી ડામર રસ્તો તાંત્રીક મંજૂરી આદેશ ક્રમાંક ૫૩૮૭ જાન્યુઆરી ૨૦૧૮ જે રસ્તો ૧૦૫ મીટર મંજૂર થયો હતો પરંતુ તપાસ કરતા રસ્તા પૂરતો બનેલ નથી.
આમ આ આવેદનપત્ર દ્વારા અધૂરા રહેલા અને કદાચ રસ્તા બનાવવા થયેલા ભષ્ટ્રાચાર સામે લાવવા અને સ્થાનિક જનતાના ન્યાય મળે તે માટે ભિલીસ્થાન ટાઈગર સેના લડી લેવાના મુડમાં દેખાય રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.