બિહાર: આજે બિહારમાં વિધાનસભા ચૂંટણીનો જંગની મત ગણતરી ચાલી રહી છે NDA અને મહાગઠબંધન વચ્ચે મુકાબલો જોવા મળી રહ્યો છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન આજે સવારે-સવારે RJD નેતા તેજસ્વી યાદવ તેમની માતા રાબડી દેવીના ઘરેથી પોતાના ઘરે પહોંચ્યા હતા અને તેજસ્વી યાદવ ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા
તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું, ‘અમારી જીત થવાની છે, અમે જીતી રહ્યા છીએ. બદલાવ આવશે. અમે સરકાર બનાવી રહ્યા છીએ. બિહારમાં આ પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે થયું હતું. બંને તબક્કામાં મતદાનની ટકાવારી 67.13% રહી, જે 1951 પછી અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. કુલ મળીને જોવામાં આવે તો બિહારની જનતાએ છપ્પર ફાડીને મતદાન કર્યું.
આ ઉપરાંત, આજે પરિણામોનો દિવસ છે અને સૌની નજર એ વાત પર ટકેલી છે કે બિહારમાં આગામી સરકાર કોની બનવાની છે. જોકે આ પણ થોડી જ વારમાં નક્કી થઈ જશે.











