વાંસદા: ઉનાઈ-વાંસદા વાપી- શામળાજીનું વાપી-શામળાજી હાઈવેનું 467 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે નું સુત્રો પાસેથી માહિતી મળી રહી છે ત્યારે હાલમાં પડેલા ખાડાઓનું સમારકામ થઇ રહ્યાના દ્રશ્યો હાઈવે પર જોવા મળી રહ્યા છે.

વાંસદા ઉનાઈ વાપી-શામળાજી હાઇવે પર ચોમાસા દરમિયાન ખાડાઓ પડવાના કારણે આ હાઇવે પર લોકોને વાહનવ્યવહારનમાં ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. ખાડાઓને કારણે ઘણાં વાહનચાલકો પટકાતા ગંભીર રીતે ઘાયલ થયા છે અને અમુક તો મોતને પણ ભેટયા છે. હાઈવે પર ઉડતી ઘૂળની ડમરીઓથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જેને લઈને લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળે છે. ત્યારે હવે વાપી-શામળાજી હાઈવેનું 467 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે એવું જાણવા મળતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

એવું કહેવાય રહ્યું છે કે રસ્તાઓ પર જુના જર્જરિત તૂટેલા પુલોનું પણ નવીનીકરણ કરવામાં આવશે. 9 કરોડના ખર્ચે ઉનાઈથી વાંસદાનો રસ્તો બનાવવામાં આવશે અને રસ્તાઓ દસ મીટર પહોળા અને ત્રણ લેયરના મજબૂત રસ્તાઓ બનવામાં આવનાર છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here