રાજપારડી: ભરૂચ ખાણ ખનીજ વિભાગ ના જાણ બહાર સુરત ફલાઈગ સ્કોડ દ્વારા રાજપારડી ભુંડવા ખાડીમાં ગેરકાયદેસર પકડાયેલ ખનીજ ખનન કામમાં વપરાયેલી મશીનરી સામે કોઈ જ દંડ કે ફરિયાદ અંગે પગલાં લેવામાં (સમાચાર લખાઈ છે ત્યાં સુધીમાં) નહીં આવતા દાળમાં કઈક કાળું હોવાની ગંધ આવી રહી છે.
ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક આવેલ ભુંડવા ખાડીમાં ગેરકાયદેસર ખનીજ ખનન ની પ્રવૃત્તિ ચાલતી હતી. જેની જાણ સુરત ફલાઈગ સ્કોડ ને મળતા ગેરકાયદેસર ખનીજ ખનન સ્થળ પર દરોડો પાડયો હતો અને આ અંગે ખનીજ ખનન માફીયાઓ ને જાણ થતાં સ્થળથી ફરાર થઈ ગયા હતા પરંતુ પ્રશ્ન અહિયાં એ ઉપસ્થિત થાય છે કે ૨૪ કલાક ઉપરાંત નો સમય વિતી ગયો હોવા સતા કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી અને જે રેતી ખનીજ ચોરી માટે વપરાયેલા સાધનો પકડવામાં આવ્યા છે તેના માલિકો ના નામ અંગે પોલીસ કે ખાણ ખનીજ ને સફળતા મળી નથી.
પ્રશ્ન અહિયાં એ ઉપસ્થિત થાય છે કે ગુજરાત સરકાર ના ગૃહ વિભાગ દ્વારા એક એપ લોન્ચ કરવામાં આવી છે જેમાં સમગ્ર ગુજરાતના વાહનોની વિગતો પલભરમાં મોબાઈલ માં આવી જાય છે પરંતુ આ રાજપારડી નજીક ભુંડવા ખાડીમાં ગેરકાયદેસર રીતે ખનીજ ખનન કરી રહેલ સાધનો ની માહિતી ઉપલબ્ધ થઈ રહી નથી વધુમાં કે આ ગેરકાયદેસર રીતે ખનીજ ખનન માં વપરાયેલ સાધનો રાજપારડી પોલીસ સ્ટેશનમાં જમા તો કરાવ્યા પણ ખાણખનીજ વિભાગ ની સુરત ફલાઈગ સ્કોડ દ્વારા કોઈ ફરિયાદ નોંધાવવામાં નથી આવી એટલે આમાં થોડુ દાળમાં કાળું લાગે છે કે આરોપીઓને બચાવવા ના પ્રયત્ન થઈ રહ્યા હોય એમ.. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર નજીક ના જ ગામના માથાભારે માણસ ના ઈસારે આ ખનીજ ખનન કરવામાં આવી રહ્યું અને સ્થાનિક વહીવટીતંત્ર પણ એના ડરના લીધે કોઈ કાર્યવાહી કરતાં નથી એવી જાણકારી મળી રહી છે..











