ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી પોલીસે મોરતલાવ ગામે સટ્ટા બેટિંગના આંકડા લખનાર બે મહિલાઓને ઝડપી લઇને અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારૂ જુગારની અસામાજીક પ્રવુત્તિઓ બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ.

Decision News ને મળેલી માહિતી મુજબ આપેલ સુચના અનુસંધાને ઝઘડિયા જીઆઇડીસી પીએસઆઇ પી.કે.રાઠોડ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં દારૂ જુગારના કેસ શોધીને કાયદેસર કાર્યવાહી કરવા પોલીસ સ્ટાફને સુચના અને માર્ગદર્શન આપેલ, દરમિયાન પોલીસ ટીમને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે મોરતલાવ ગામે રહેતી પ્રિયંકાબેન તથા કરીનાબેન નામની મહિલાઓ કેટલાક ઈસમોને ભેગા કરીને સટ્ટા બેટિંગના આંકડા લખીને પૈસાથી હારજીતનો જુગાર રમાડે છે.

પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને રેઇડ કરતા સ્થળ ઉપરથી સટ્ટા બેટિંગના આંકડા લખનાર બે મહિલાઓ પ્રિયંકાબેન વસાવા અને કરીનાબેન વસાવા બન્ને રહે. મોરતલાવ ગામ તળાવ ફળિયું તા.ઝઘડિયા જિ.ભરૂચના ઝડપાઇ ગયેલ.પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા,મોબાઇલ ફોન તેમજ આંકડા લખેલ નોટબુક બોલપેન સહિત કુલ રૂપિયા 28300 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો,આંકડા જે ઇસમને લખાવાતા હતા તે ઇસમ મનીશભાઇ જસવંતભાઈ વાસાવા રહે.બાંડાબેડા ગામ તા.વાલિયા જિ.ભરૂચનાને આ ગુના હેઠળ વોન્ટેડ જાહેર કરી કુલ ત્રણ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.