અંકલેશ્વર: ગુજરાત સરકારના વિકાસ સપ્તાહ-2025 અંતર્ગત ભરૂચ જિલ્લાના યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ અંકલેશ્વર ખાતે યોજાયો હતો. આ સમારંભમાં 450થી વધુ ઉમેદવારોને રોજગાર એનાયત પત્રો અને 127 પ્રોવિઝનલ ઓફર લેટર આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ અંકલેશ્વરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને ભરૂચ જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરનામાં શારદા ભવન ખાતે યોજાયો હતો. મોટી સંખ્યામાં આઈટીઆઈ સહિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમારંભમાં 100થી વધુ નોકરીદાતાઓ હાજર રહ્યા હતા.

450થી વધુ ઉમેદવારોને રોજગાર પત્રો અને 127 જેટલા પ્રોવિઝનલ ઓફર લેટર એનાયત કરાયા હતા.10 જેટલા ઉદ્યોગ ગૃહો દ્વારા આઈટીઆઈના અપગ્રેડેશન માટે સમજૂતી કરાર પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, તાલુકા વિકાસ અધિકારી, સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, આચાર્ય આઈ.ટી.આઈ. અને જિલ્લા રોજગાર અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.