મહુવા: થોડા સમય પહેલાં આવેલા ચક્રવાત વાવાઝોડામાં મહુવા તાલુકાના તબાહ થયેલા ઘર વિહોણા પરિવારની સેવામાં વહેવલ ગામે છેલ્લા 7 દિવસ થી સતત કામ ચાલુ રાખીને સામાજિક ભાવના ધરાવતા આગેવાનો, દાતાઓ , યુવાનો એ વાવાઝોડામાં નુકશાન થયેલા દરેક ઘરોને રહેવા લાયક બનાવી દીધા છે.
હવે ત્યાં કામ પૂરું થાય છે.. કુંજન ધોડિયા જણાવે છે કે આટલા વર્ષોથી જે જનજાગૃતિ મીટીંગો કરી હતી એની સીધી અસર આ સેવાકાર્યમાં દેખાઈ છે. મોટા ભાગના યુવાનો પોતાની સામાજિક જવાબદારી સમજીને પોતાના કામ ધંધા છોડીને પણ આપણા માણસોને મદદ કરવા માટે આવી રહ્યા હતા.
ખાસ કરીને DJ હેલી ગ્રુપ , વિશાલ સાઉન્ડ ગ્રુપ , સિધ્ધિ વિનાયક ગ્રુપ વડીયા , ગોપીવાડી ટીમ , જય ભવાની ગ્રુપ ફૂલવાડી , જય ભવાની ગ્રુપ વહેવલ , જલારામ ગ્રુપ ઉમરા, AB lino ગ્રુપ , શ્રીજી ગ્રુપ , બારતાડ ગ્રુપ , મહુવરીયા ગ્રુપ આ તમામ ગ્રુપના યુવાનો એ ખરી મહેનત કરી છે.. આ બધા પડદા પાછળના ખરા હીરો છે..

