વાંસદા: ગતરોજથી ચોમાસામાં ખરાબ થયેલા રોડ રસ્તાઓના સમારકામ અને પેચવર્કની કામગીરી દિવાળીના તહેવાર પહેલા પ્રજાને સુવિધા મળી રહે તે હેતુ સાથે પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ, વાંસદા દ્વારા તાલુકાના વિવિધ માર્ગો પર શરૂ કરી દેવામાં આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ વાંસદા દ્વારા મહુવાસ થી સરા રોડ, મોટીભમતી, ગોધાબારી થી સરા રોડ, દોલધાના કેશવગીરી ફળિયા થી ગણેશ ફળિયા થઈ કંબોયા ચાર રસ્તા સુધીનો રોડ, પ્રતાપનગર થી વાંદરવેલા રોડ અને સરા થી પદમડુંગરી રોડ જેવા મુખ્ય માર્ગો પર પેચવર્ક અને રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
કામગીરીના દ્રશ્યોમાં નાની વાલઝર થી પાલગભાણ રોડ, રૂપવેલના દેસાઈ ફળિયા થી મહુડી ફળિયા, ઉકાઈ કેનાલ થઈ કંબોયા જોઈનિંગ રોડ, વાંસદા સ્મશાનગૃહ થી હનુમાનબારી રોડ અને પ્રતાપનગર થી વાંદરવેલા રોડ જેવા માર્ગો પર 5 રોલર, 4 જેસીબી મશીન, કટર મશીન અને 60 મજૂરો 1 પેવર મશીન સહિતની અદ્યતન મશીનરી અને મોટી સંખ્યામાં લોકો દેખાય રહ્યા છે. રોડ સમારકામની સાથે સાથે માર્ગો પર ગેરૂ-ચૂનો, કલરકામ, સાઈડ પરના ઝાંખરા અને જંગલ કટિંગની કામગીરી કરાઈ હતી. આ કામગીરીથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ, વાંસદાનો આભાર માની રહ્યા છે. કેમ કે તહેવારોમાં અવરજવરમાં સરળતા રેહશે.

