ડાંગ: ડાંગ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે એક મહિલાને ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી બદનામ કરવાના કેસમાં એક આરોપી મહિલાની ધરપકડ કરી છે. આ કાર્યવાહી વલસાડ જિલ્લાના ધરમપુર ખાતેથી કરવામાં આવી હતી.ડાંગ સાયબર ક્રાઈમ પોલીસને એક ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવવામાં આવી હોવાની ફરિયાદ મળી હતી.

ફરિયાદ અનુસાર, આરોપી મહિલાએ ફરિયાદી મહિલાના ફોટા અને અન્ય અશ્લીલ તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મૂકી તેમની માનહાનિ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ગંભીર ગુના અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.ગુનો નોંધાયા બાદ, પોલીસ ટીમે તાત્કાલિક ટેકનિકલ એનાલિસિસ અને આધુનિક સોર્સની મદદથી આરોપી મહિલાની ઓળખ કરી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આરોપી મહિલાની ઓળખ ધરમપુર ખાતે છાપો મારીને આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી.આ સફળ કાર્યવાહી ડાંગ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટેકનિકલ કુશળતા અને ત્વરિત કામગીરી દર્શાવે છે. પોલીસે નાગરિકોને સચેત રહેવા, અજાણ્યા લિંક પર ક્લિક ન કરવા અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની સુરક્ષા વધારવા માટે અનુરોધ કર્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here