વલસાડ: વલસાડ શહેરમાં પાલિકા દ્વારા અપાતા પાણીના સપ્લાયમાં શનિવારે ખોરંભે પડી જતાં પાણીની બુમરાણ મચી હતી. વારિગૃહ વિભાગે શનિવારે બપોરે પાણી આપવા જણાવી બે દિવસ પાણીનું વિતરણ અનિયમિત રહેશે તેવી સૂચના જારી કરતાં શહેરીજનોની ચિંતા વધી ગઇ હતી.વલસાડ નગરપાલિકા દ્વારા શહેરના 11 વોર્ડમાં અબ્રામા ખાતે આવેલા ચેકડેમમાંથી વોટર વર્કસમાં લિફ્ટ કરી પાણીનું વિતરણ સવાર સાંજના બે શિડ્યુલમાં કરવામાં આવે છે. જેમાં વિવિધ વિસ્તારોમાં પાણી સપ્લાયના અલગ અલગ ટાઇમ સેટ કરાયો છે. શહેરમાં 2 કરોડ લીટરથી વધુ દૈનિક પાણી 11 વોર્ડમાં અપાય છે.

વોટર વર્કસ ખાતે સતત 24 કલાક ચાલતી મોટરોનું સંચાલન કરી પાણીનું ક્લોરિનેશન કરી પહોંચાડવામાં આવે છે.દરમિયાન શનિવારે મોટર બગડી જતાં કામગીરી ખોટકાઇ ગઇ હતી. જાણવા મળ્યા મુજબ મોટર બળી જતાં આ સ્થિતિ સર્જાતા વારિગૃહ વિભાગે સવારના શિડયુલનો સપ્લાયમાં અવરોધ ઉભો થયો હતો. જેથી બપોર પછી પાણી આપવાની જાહેરાત કરી હતી. આ સાથે બે દિવસ દરમિયાન પાણી અનિયમિત રહેશે તેવી પણ શહેરીજનો માટે જાણકારી આપવામાં આવી હતી. જેને લઇ શહેરીજનોમાં નવી મુસીબત ઉભી થઇ હોવાની લાગણીઓ વ્યક્ત કરી હતી.

વલસાડ પાલિકાએ પાણી ‎અનિયમિત આવશે તેવા ‎મેેેસેજો દ્વારા જાણકારી‎ આપતા શહેરીજનોમાં રોષ‎ જોવા મળ્યો હતો. મોટર‎ બળી ગઇ તો સ્પેરમાં ‎પાલિકાએ શહેરમાં પાણી ‎પુરવઠો ન ખોટકાય તેવી ‎વ્યવસ્થા કરી જોઇએ પણ‎ તેવું માલૂમ પડયુ નથી.‎કેટલાકે એવી ટકોર કરી‎ હતી કે, આટલી મોટી ‎નગરપાલિકા કે જેના પર‎ મંત્રીના આશિર્વાદ,‎ધારાસભ્યના શિર્વાદ, એક‎મોટર સ્પેરમાં નથી રખાતી.‎વિજ પુરવઠો ખોટકાયો હોય ‎તો ચાલી જાત પણ મોટર‎બળી જાય બગડી જાય તો ‎તાત્કાલિક રિપ્લેસ કરી ચાલૂ‎ કરી દેવાની આગોતરી‎ તૈયારી તો હોવી જ જોઇ એ ‎તેવી દલીલો ઉઠી હતી. આજથી તા. 05-10-2025થી પાણી રાબેતા મુજબ આપવામાં આવશે. જેથી વલસાડ શહેરી વિસ્તારમાં જ્યારે પાણીનો સપ્લાય આપવામાં આવે છે.વલસાડમાં વારિગૃહ દ્વારા જારી કરાયેલા મેસેજમાં જણાવાયું છે.