વાંસદા: ગતરોજ વાંસદા પોલીસે પ્રોહિબિશન પ્રવૃતિ અટકાવવા બાતમીના આધારે વાંસદા તાલુકાના જૂજ ડેમથી રાયબોર જતા રસ્તા પાસેથી કારમાંથી 2,78,400ના ઇંગ્લીશ દારૂ સાથે એક મહિલા સાથે બે ઇસમોની અટકકરી લીધાની માહિતી મળી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ જૂજ ડેમના મેઇન ગેટથી રાયબોર ગામે સિંગલમાળ ફળિયા તરફ જવાના રસ્તા પર કાર MH-58-1035 આવતા તેને ઉભી રખાવી તપાસ કરતા દારૂની 924 બોટલ રૂ. 2,78,400 મળી આવી હતી પોલીસે દારૂ, કાર રૂ. 5 લાખ અને મોબાઈલ મળી 7,78,900નો મુદ્દામાલ સાથે સુરતના કાર ચાલક ભરત શિવાભાઈ લકુમ તથા જયભાઈ ભાણજીભાઈ બારૈયા તથા મીનાક્ષી જયભાઈ બારૈયાએ એકબીજાની મદદગારીથી સેલવાસથી અલગ અલગ બારમાંથી દારૂ એકત્ર કરી ઘરે છૂટક વેચાણ અર્થે લઈ જતા હતા.

પોલીસે એક મહિલા સહિત બે ઇસમની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ધરપકડ ઓપરેશનમાં વાંસદા પીઆઇ એન.એમ.આહીર, એમ.ડી.ગામીત તથા એએસઆઇ અનિલ પટેલ, મેહુલ, જીગ્નીશાબેન, રણજીતભાઈ નરસિંહા સહિતના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here