નવસારી: નવરાત્રિના નવ દિવસ સુધી શહેર અને જિલ્લાની સુરક્ષા માટે ખડેપગે ફરજ બજાવનારા નવસારી જિલ્લા પોલીસના જવાનો માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાયમ કડક અનુશાસનમાં દેખાતા પોલીસકર્મીઓ જ્યારે તેમના પરિવારજનો સાથે મન મૂકીને ગરબે ઘૂમ્યા, ત્યારે પોલીસ લાઈનનું મેદાન આનંદ અને ઉલ્લાસથી ગુંજી ઉઠયું હતું.આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિ દરમિયાન, જ્યારે સમગ્ર જનતા માતાજીની ભક્તિ અને ગરબાની રમઝટમાં લીન હતી, ત્યારે નવસારી શહેર સહિત જિલ્લાભરના પોલીસ અધિકારીઓ અને જવાનો દિવસ-રાત જોયા વિના લોકોની સુરક્ષામાં તૈનાત હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ ભીડવાળા ગરબા સ્થળો પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને મહિલાઓ તથા બાળકો નિર્ભયપણે તહેવારનો આનંદ માણી શકે તે માટે સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.મોડી રાત સુધી ચાલતા આયોજનોમાં સતર્ક રહીને ફરજ બજાવતા આ જવાનો માટે પરિવાર સાથે ગરબા રમવાનો વિચાર પણ શક્ય ન હતો. એક તરફ જ્યાં નવસારીના નાગરિકો પરિવાર સાથે ગરબે ઘૂમી રહ્યા હતા, ત્યાં બીજી તરફ આ પોલીસકર્મીઓના પરિવાજનો ઘરે તેમની રાહ જોતા હતા. તહેવારના દિવસોમાં પરિવારના મોભીની ગેરહાજરી તેમને પણ ખૂંચતી હતી.

આ વાતને ધ્યાનમાં રાખીને અને પોલીસ જવાનોના અથાક પરિશ્રમને બિરદાવવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ પટેલ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી. નવરાત્રિ પૂર્ણ થયા બાદ, પોલીસ હેડક્વાર્ટર ખાતે ‘રમઝટ 2.0’ નામે ભવ્ય ગરબાનું આયોજન ખાસ પોલીસ વિભાગના કર્મચારીઓ અને તેમના પરિવારો માટે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે, જે જવાનો જનતાના તહેવારને સુરક્ષિત બનાવવામાં વ્યસ્ત રહ્યા, તેઓ પણ પોતાના પરિવાર સાથે તહેવારની ખુશી માણી શકે. ‘રમઝટ 2.0’ માં ડીજેના તાલે અને ઢોલના નાદે જ્યારે ગરબાની શરૂઆત થઈ, ત્યારે સતત બંદોબસ્તમાં રહીને થાકેલા જવાનોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે, જે જવાનો જનતાના તહેવારને સુરક્ષિત બનાવવામાં વ્યસ્ત રહ્યા, તેઓ પણ પોતાના પરિવાર સાથે તહેવારની ખુશી માણી શકે. ‘રમઝટ 2.0’ માં ડીજેના તાલે અને ઢોલના નાદે જ્યારે ગરબાની શરૂઆત થઈ, ત્યારે સતત બંદોબસ્તમાં રહીને થાકેલા જવાનોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here