ચીખલી: ગતરોજ ચીખલીના રાનકુવા ગામે વારંવાર સોસાયટી અને શોપીંગની દુકાનોના તાળા તોડી તસ્કરોએ લૂંટ ચલાવવાની ઘટના અનેક વાર બનતી આવી છે ત્યારે આ નવરાત્રીની છેલ્લી રાતનો લાભ લઈ ત્રણ શોપિંગની ચાર દુકાનોના તાળા તોડ્યાનો બનાવ સામે આવ્યો છે.
નવરાત્રીની મોડી રાતનો લાભ લઈ ટાયર પંચર, ચા નાસ્તા,ગાડીની સર્વિસ અને ઇલેક્ટ્રિક એમ ચાર દુકાનોના તાળા તોડયા જોકે તસ્કરો ગલ્લા માં પડેલા પરચુરણ લઈ ગયા હતા. મોટી કોઈ વસ્તુ કે મોટી માતબલ રકમો હાથ લાગી ના હતી. અને શોપિંગ અને દુકાનોમાં CCTV કેમેરા લગાવ્યા તો હતા પણ દુકાનના તાળા તોડવા પેહલા CCTV ના વાયર કાપી નાખવામાં આવ્યા હતા. તપાસ કરતા હજી સુધી કોઈ ફૂટેજ સામે આવ્યા નથી.
આ સમગ્ર ઘટનાની જાણ દુકાનદારોએ ચીખલી તાલુકાના રાનકુવા પોલીસ ચોકીમાં જાણ કરતા રાનકુવા પોલીસકર્મી ઘટના સ્થળની તપાસ માટે તાત્કાલિક આવી આગળની તપાસ હાથ ધરી હતી.

