વઘઈ: ગતરોજ વઘઇ તાલુકાના રભાસ-ચિકાર ગામે પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના વિરોધમાં ડેમ સંઘર્ષ સમિતિ અને ડુબાણમાં જનાર 12 ગામોના આગેવાનો સાથે રાત્રી સભાનુ આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
વાંસદા ચીખલીના ધારાસભ્યશ્રી અનંત પટેલ દ્વારા ગુજરાત વિધાનસભામાં પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ બાબતે પુછવામાં આવેલ પ્રશ્નનો જવાબ આપવામાં આવેલ કે ‘પાર તાપી નર્મદા રિવર લિંક નર્મદા યોજના અંગે ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર વચ્ચે થયેલ MOU રદ કરવા ગુજરાત સરકારે તાં.10/09/2023 ના રોજ ભારત સરકારને પત્ર લખેલ છે નો જવાબ આપવામાં આવ્યો ની માહિતીથી લોકોને માંહિતગાર કરવામાં આવ્યા હતા.
આગામી દિવસોમાં વાંસદા ચીખલીના ધારાસભ્યશ્રી અંનત પટેલની આગેવાનીમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં સઘર્ષ યાત્રા કાઢી ગામે ગામ લોકોને જાગૃત કરી મોટી સંખ્યામાં ભેગા થઇ પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવશે. આ પ્રસંગે તાપી રિવરલિંક પ્રોજેક્ટ વિરોઘી સઘર્ષ સમિતિ પ્રમુખશ્રી બારકું ભાઇ, સઘર્ષ સમિતિ સભ્યશ્રીઓ, નડગધરી-જાગીરી ગામના સરપંચશ્રી દિનેશભાઇ, સ્થાનિક આગેવાન ગમનભાઇ, ચેતનભાઇ ડેમ સઘર્ષ સમિતિના પ્રમુખશ્રીઓ, સભ્યશ્રીઓ પંચાયત સભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં ડુબાણમાં જનાર ગામના આગેવાનો હાજર રહ્યા હતા

