વાપી: વાપી ઉદ્યોગનગર પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા જોખમી સ્ટંટના વીડિયોના આધારે પાંચ યુવકોની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને DySP બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ PI મયુર પટેલની ટીમે આ કાર્યવાહી કરી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ પોલીસની ટેક્નિકલ સર્વેલન્સ ટીમે મારુતિ સુઝુકી ફ્રોન્ટ્સ કાર નંબર GJ-15-CN-4516 પર કરવામાં આવેલા જોખમી સ્ટંટનો વીડિયો શોધી કાઢ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન પોલીસે કારના ચાલક મિન્હાઝ મોહમ્મદ જકરીયા ખાન (21) સહિત પાંચ યુવકોને પકડી પાડયા હતા.
અન્ય આરોપીઓમાં મોહમ્મદ કૈફ હસન મન્સુરી (20), સરફરાજ અહમદ વશીમ કુરેશી (25), અબ્દુલ હફીઝ અબ્દુલ અઝીઝ (24) અને શાહીલ અબ્દુલ સલામ ચૌધરી (21)નો સમાવેશ થાય છે. પોલીસે કાર કબજે લઈ આરોપીઓ સામે BNS કલમ 281, 125, 54 અને MV.ACT 177, 184, 181 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે આવા જોખમી સ્ટંટ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.











