ડાંગ: ડાંગ જિલ્લાના અંતરિયાળ માર્ગો અને પુલોની જરૂરિયાતને ધ્યાને લેતા ડાંગના આદિવાસી ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની ફળદાયી રજુઆતનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે હકારાત્મક પ્રતિસાદ આપતા ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ અંતર્ગત વર્ષ 2025/26માં વધુ રૂ. 3363 લાખના 35 જેટલા માર્ગોના કામોના જોબ નંબર ફાળવ્યા છે.

આદિવાસી ધારાસભ્ય વિજયભાઈ પટેલે પ્રજાજનોની લાગણી અને માંગણી મુજબના ખૂબ જ જરૂરિયાતના આ માર્ગો મંજુર કરવા બદલ ડાંગના પ્રજાજનો વતી મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.

જે માર્ગોને જોબ નંબર ફાળવવામાં આવ્યા છે તેમાં (1) આહવા- બોરખેત ગામે સ્મશાન ઘર તરફ રસ્તો, (2) આહવા- ચનખલ ગામના રસ્તો, (3) આહવા- હારપાડા ગામે મુખ્ય રસ્તાથી ખેરૂતારા તરફ જતા રસ્તો, (4) સુબીર- બીજુરપાડા થી માળગા જતો રસ્તો, (5)સુબીર- મોટીકસાડ ગામનો રસ્તો (6)સુબીર- કેશબંધ ગામે વસંતભાઈના ઘર તરફ જતો રસ્તો, (7) આહવા- હનવંતચોડ કાનુભાઈ જગુભાઈના ઘરથી ભુપેશભાઈ લક્ષમણભાઈના ઘર તરફનો રોડ, (8) આહવા- પીંપરી હાઈસ્કૂલ તરફ જતો રસ્તો, (9)વઘઈ- ચિચોંડ ગામે મગનભાઈ ગાયકવાડાના ફળિયા તરફ જતો રસ્તો, (10)વઘઈ- નડગચોંડ નાકાથી નીચલા ફળિયામાં ફિડીના ઉતારા તરફનો રસ્તો (11) આહવા- કડમાળ થોરપાડા રસ્તો, (12) સુબીર- શિંગાળા ગામનો રસ્તો, (13) સુબીર- ચમારપાડા ગામને જોડતો રસ્તો, (14) આહવા- બોરખલ ચવડવેલ ગાયખાસ રોડ, (15) સુબીર- મેઈન રસ્તાથી સાવરખલ જતો રસ્તો, (16) સુબીર- કિરલી ગામનો રસ્તો, (17) સુબીર- પિપલદહાડ બુધુભાઈના ફળિયાનો રસ્તો, (18) આહવા- રાનપાડા ગામનો રસ્તો, (19) આહવા- વકાર્યા ગામનો રસ્તો, (20) ખાતળ ફાટક ટુ ધોડી રોડ, (21) વઘઈ- ઘાંગડી ભદરપાડા રોડ, (22) વઘઈ- વઘઈ કોલોની રોડ, (23) વઘઈ- માનમોડી બોડારમાળ નિમ્બારપાડા રોડ, (24) વઘઈ- દગુનીયા સુર્યાબરડા રોડ, (25) વઘઈ- કાલીબેલ ટેકપાડા રોડ, (26) વઘઈ- ચિકાર (રંભાસ) રોડ, (27) વઘઈ- દગડપાડા પીપલસોંઢા રોડ, (28) વઘઈ- માછળી ચીખલા દિવડીયાવન રોડ, (29) વઘઈ- કુડકશ વીલેજ ટુ સ્મશાન રોડ, (30) વઘઈ- બાજ વી.એ. રોડ, (31) વઘઈ- બાજ મેઈન રોડ ટુ મલીન રોડ, (32) વઘઈ- મેઈન રોડ ટુ ગુંજપેડા ઢુઢુનીયા રોડ, (33) વઘઈ- ભાલખેત વી.એ.રોડ, (34) વઘઈ- કાલીબેલ વી.એ.રોડ અને (35) સુબીર- પિપલદહાડથી ગરૂડીયા રસ્તા વચ્ચે બ્રિજનું કામનો સમાવેશ થાય છે.