વઘઇ: આજરોજ ધોધમાર વરસતા વરસાદમાં વઘઇ ખાતે પોલીસ દમનના વિરોધમાં આદિવાસી જન આક્રોશ રેલીનું આયોજન વઘઇ ચાર રસ્તા થી મામલતદાર કચેરી સુધી પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ સઘર્ષ સમિતી પ્રમુખશ્રી બારકું ભાઇ અને વાંસદા ચીખલીના ધારાસભ્યશ્રી અનંત પટેલ, ડેમ સમિતિના સભ્યો અને સામાજિક આગેવાનો સાથે આયોજન કરવામાં આવ્યું હતું.
અગાઉ ધરમપુર ખાતે 14 ઓગસ્ટ 2025 ના દીને પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટના વિરોધમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાંગથી રેલીમાં સામેલ થતા જતા લોકોને વઘઇ પોલીસ દ્વારા અને ડાંગ પોલીસ દ્વારા નાકાબંધી કરી રોકી દેવામાં આવ્યા હતા અને ડીટેઇન કરી દેવામાં આવ્યા હતા જેને લઇ ધારાસભ્ય શ્રી અનંત પટેલ દ્વારા ધરમપુર ખાતે જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં પોલીસ દમનના વિરોધમાં વઘઇ ખાતે રેલી કાઢી વિરોધ કરવામાં આવશે.
આજરોજ મોટી સંખ્યામાં લોકો સાથે જઈ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી વિરોધ દર્શાવવામાં આવ્યો અને અનંત પટેલે કહ્યું કે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવનાર અધિકારીઓને આદિવાસી વિસ્તારમાંથી બદલી કરવામાં આવે, હવે અમે વહીવટીતંત્રના અમાનુષી નિર્ણય અમે ચલાવી લેવાના નથી.
આ પ્રસંગે સોનગઢ તાલુકા પંચાયતના માજી પ્રમુખ યુસુભ ગામિત, ડાંગ જિલ્લા પ્રમુખશ્રી સ્નેહલભાઈ ઠાકરે, બબલુભાઈ, ધરમપુર તાલુકા પંચાયત આપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ, વાંસદા તાલુકા પ્રમુખશ્રી નિકુંજ ગાવિત, સરપંચ શ્રી મહેન્દ્ર ભાઇ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજ લોકો હાજર રહ્યા હતા

