ઉમરપાડા: 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી હર્ષ અને ઉલ્લાસભેર ઉજવણી થાય તેવી રીતે ઉમરપાડા છેવાડે આવેલું ગુલીઉમર ગામ ખાતે એક્શન યુવા ગૃપ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાત્રિએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં આદિવાસી રીતિરિવાજ મુજબ પુજા કરીને શાક પડવામાં આવી અને ઘરતી વંદના થકી પ્રાર્થનાની શરૂઆત કરવામાં આવી. સાંસ્કૃતિક કાર્યક્રમો અલગ અલગ નૃત્યની પ્રકૃતિ કરવામાં આવી. વક્તા દ્વારા આદિવાસી દિવસનું મહત્વ સમજાવ્યું. આદિવાસીની સમાજ સંસ્કૃતિ, જીવનશૈલી અને પરંપરાઓ આદિવાસી તહેવારો વિશે માહિતી આપવામાં આવી હતી. હાલના સમયમાં શિક્ષણની આવશ્યકતા, આદિવાસી સંસ્કૃતિ અસ્મિતા, આદિવાસી હોવા છતાં આદિવાસી સાબિત કરવું અને વિસ્થાપિત થયા તે પરિસ્થિતિ વિશે માહિતી, આદિવાસી જનનાયક બિરસામુડા, તિલકા માંઝી , સિડો અને કાન્હુ મુરમૂ,રાણી દુરગાવતી, અલ્લુર સીતારામ રાજુ જેવા ભારતના સ્વતંત્ર સંગ્રામ આદિવાસી સમાજનું ગૌરવશાળી ઇતિહાસ માહિતી આપી. કાર્યક્રમ દરમ્યાન ગામના પોલીસ પટેલ રાજુભાઇ દ્વારા વાઘદેવની ઉજવણી માટે તારીખ જાહેર કરવામાં આવી હતી.
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે આ કાર્યક્રમમાં વિજયભાઇ, રાજુભાઇ, વસંતભાઇ, વિનુભાઇ, શાકારામભાઇ, દેવીદાસભાઇ , ઇશ્વરભાઇ, એસવંતભાઇ,લાલસિગભાઇ ગામના તથા આસપાસના અગ્રણીઓ, અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

