વાંસદા: હાલમાં આદિવાસી ખેડૂતોમાં ડાંગર રોપણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાંસદા ચીખલી તાલુકામાં ખેડૂતોને યુરીયા ખાતરની અછત મુદ્દે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં લિમઝર ખાતે એક બેઠક યોજવામાં આવી હતી.

Decision News મળેલી માહિતી અનુસાર છેલ્લાં ઘણા મહિનાઓથી વાંસદા-ચીખલીના લિમઝર, વાસકુઈ, રંગપુર, ઉમરકુઇ, ગંગપુર, કંડોલપાડા, તેમજ વાંદરવેલાના ગ્રામિણ વિસ્તારને ખેડૂતોને ડાંગર પકવવા માટે જરૂરી એવા યુરીયા ખાતરની અછત પડી રહી છે. જેની રજુવાત ગામડાના આગેવાનો દ્વારા મને કરવામાં આવી હતી. તેમનું કહેવું હતું કે જ્યારે ખેડૂતો યુરીયા ખાતર લેવા જઈએ છીએ ત્યારે એગ્રો માલિકો દ્વારા કહેવામાં આવે છે કે તમે અમારી ત્યાંથી બિયારણ લીધું નથી માટે તમને અમે ખાતર આપી નહિ શકીએ. સુખાબારી અને કંડોલપાડાના વિક્રેતઓએ જણાવ્યું કે અમારા ગામના ખેડૂતો હશે તો જ અમે ખાતર આપીશું. લિમઝર ગામની મંડળીના સંચાલકોએ જણાવ્યું હતું કે અમારા ગોડાઉનમાં પાણી લીકેજ હોવાના લીધે અમે ખાતર આપી શકતા નથી  આવા બહાના એગ્રો સંચાલકો અને સંઘ મંડળીના દ્વારા આપવામાં આવી રહ્યા છે.

ધારાસભ્ય અનંત પટેલનું ખેડૂતોને કહેવું હતું કે સંચાલકો અને અધિકારીઓ દ્વારા યુરીયા ખાતર ખાનગી રીતે સગેવગે કરવામાં આવે છે. જેને લઈને તમને આ મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે પણ જો સરકારી અધિકારીઓ દ્વારા ખાતર સગેવગે કરવાની આ પ્રવૃત્તિ બંધ નહિ કરવામાં આવે અને ખેડૂતોને ખાતર ના માળે તો આવનારા દિવસોમાં અમે ખાતરના ડેપો પર હલ્લાબોલ કરીશું. આ પ્રસંગે મંડળના પ્રમુખ શૈલેશ પટેલ  કોંગ્રેસ પ્રમુખ નિકુંજ ગાંવિત, ચંપાબેન, હસમુખભાઈ, સરપંચ નવીનભાઈ, જયંતીભાઈ મહેશભાઈ તેમજ લિમઝર ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here