પારડી: ગતરોજ અંબાચ ગામે અંબાચ તાલુકા પંચાયતના સદસ્ય અને લોયલ ગ્રુપના સંસ્થાપક શ્રી અંકિતભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ અને આંખની તપાસ નો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં 55 જેટલી રક્ત બોટલ એકત્રિત કરવામાં આવી અને ૩૦૦ જેટલા લોકોએ આંખની તપાસ કરાવી હતી.
અતુલ ફાઉન્ડેશન ટ્રસ્ટ, અતુલ આર. એન. સી. ફ્રી આઈ હોસ્પિટલ, વલસાડ લોયલ ગૃપ ઓફ ફાઉન્ડેશન દ્વારા આયોજીત મફત નેત્રયજ્ઞ આ નેત્રયજ્ઞ મોતિયો, ઝામર, વેલ જેવાં ઓપરેશનોની જરૂરીયાત વાળા દર્દીઓના મફત નિદાનનું અંબાચ તાલુકા પંચાયતના સદસ્ય અને લોયલ ગ્રુપના સંસ્થાપક શ્રી અંકિતભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રંસગે સ્વૈચ્છિક રકતદાન શિબિરનું પણ આયોજન થયું હતું જેમાં 55 જેટલી રક્ત બોટલ એકત્રિત કરવામાં આવી હતી.

