સેલવાસ: રાષ્ટ્રપતિ મહોદયા દ્વારા જાહેરમાં પોતાનાં વક્તવ્યમાં કહ્યુ હતું કે દેશમાં પ્રથમ વિસ્તાર છે, જયાં હર ધર નલ યોજના તહેત 100% શુદ્ધ પાણી પહોંચાડવાનું દાવો કર્યો હતો. પરંતુ ખુબજ અફસોસ ની વાત છે કે પ્રશાસક પ્રફુલ પટેલ તેમજ એમની પ્રશાસનિક મંડલી અને જન પ્રતિનિધિઓ મળી રાષ્ટ્રપતિ ને પણ ખોટી માહિતી આપી, અને ખોટું બોલાવી રાષ્ટ્રપતિ પદનો અપમાન કર્યો છે.
અફસોસ ની વાત છે કે પ્રશાસક પ્રફુલ પટેલ તેમજ એમની પ્રશાસનિક મંડલી અને જન પ્રતિનિધિઓ મળીને દ્વારા વાહવાહી કરવા રાષ્ટ્રપતિના મોડે પણ ખોટું બોલાવી રાષ્ટ્રપતિ પદનો અપમાન કર્યો છે. અને ખોટો રિપોર્ટ બનાવી પ્રદેશની જનતા સાથે મોટો વિશ્વાસઘાત કર્યો છે. હદ ત્યારે થઈ કે હવાબાજી કરવાના ચકકરમાં એવોર્ડ પણ લઈને આવી ગયાં. આ આરોપ કોંગ્રેસનો નથી પરંતુ સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા બીજેપી અને પ્રશાસકની વિકાસની પોલ ખોલી દિધી છે. જે પ્રદેશ માં 2/3 વખત રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ આવતાં હોય, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી 3 વખત આવી જતા હોય, ગૃહમંત્રી 2 વખત આવતાં હોય અને દિલ્હી થી દર 15 દિવસે કેબીનેટ/રાજ્ય મંત્રી આવતાં હોય અને બીજેપી પાર્ટીના મોટા મોટા નેતાઓ દર અઠવાડિયામાં આવતાં હોયબીજેપી પ્રભારી તો અહીજ ડેરો જમાવી બેસેલો છે. તે છતાં ધર ધર પાણી પહોંચાડવાનું તો છોડો પરંતુ સંકુલમાં ટોઈલેટમાં પાણી નથી પહોંચાડી શકયા. ફકત પેપર ઉપર હર ધર નલ યોજના પહોંચાડી સરકાર અને પ્રદેશની જનતાને પ્રફુલ પટેલ અને એમની મંડલી ગુમરાહ કરવાનું કાર્ય કર્યું છે.
કરોડોના ખર્ચે બનાવેલી ઝંડા ચોક સ્કૂલના ટોયલેટમાં પાણીની મળે વિદ્યાર્થીઓ કલેક્ટર સુધી પોહચ્યા…સ્કૂલ પ્રિન્સિપાલનો તુડ મિજાજી કાર્યપધ્ધતિ ઘરથી પાણી બોટલ લાવવી પડે છે. આવી પરિસ્થિતિના જવાબદાર બીજેપી નગર પાલિકા અધ્યક્ષ રજની સેટટી, પ્રશાસન અને ખુદ પ્રશાસક પ્રફુલ પટેલ પોતે પણ છે. વિદ્યાર્થીઓ દ્વારા સંકુલના સમયમાં પણ ફેર ફાર કરવાનું પ્રસ્તાવ પણ અધિકારીઓ સમક્ષ મુકવામાં આવ્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. પરંતુ એજયુકેશન વિભાગએ તુગલગી ફરમાન જારી કરી સંકુલનું સમય બદલવા માટે ના પાડી દિધી હોવાની જાણકારી મળી છે. પ્રદેશના વિદ્યાર્થીઓને તમામ સુવિધાઓ મળવી જોઈએ. વિદ્યાર્થીઓ પોતાનાં અધિકાર માટે આંદોલન કરે ત્યારે પ્રશાસન વિદ્યાર્થીઓ ઉપર ખોટા કેશ કરે છે. અને ધણી વખત એજયુકેશન અને પોલિસ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓ અને એમના પરિજનો ઉપર દબાણ કરવા અને આંદોલનને કચડી નાખવા માટે ખોટી રીતે દબાણ કરે છે. એજયુકેશન વિભાગને કોગ્રેસ પાર્ટી વતી નિવેદન છે કે વિદ્યાર્થીઓની જે માંગ છે એને પુરી કરવામાં આવે. વિદ્યાર્થીઓની માંગ જાયજ છે, તેમજ વિદ્યાર્થીઓનાં માંગ પુરી કરવા માટે જયાં પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા રજુઆત કરવાની હશે ત્યાં કરીશું અને પ્રશાસન વિદ્યાર્થીઓનાં સમસ્યાનું નિરાકરણ કરવા માટે પ્રાથમિકતા નહી આપશે તો કોંગ્રેસ પાર્ટી વિદ્યાર્થીઓ સાથે આંદોલનને સમર્થન કરે છે અને વિદ્યાર્થીઓના સમર્થનમાં વિદ્યાર્થીઓના આંદોલન સાથે જોડાશે.











