પારડી: કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 અંતર્ગત આજે પારડી તાલુકાના ખેરલાવમાં મારા પ્રાથમિક શાળામાં કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીના વિશેષ ઉપસ્થિતિમાં હાજર રહી દર વર્ષેના જેમ બાળકોને પુસ્તિકાઓ નોટ બુક, બેગ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો.

ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી જણાવ્યું કે આપણા બાળકોના સર્વાંગીણ વિકાસ માટે યોગ્ય પ્રાથમિક શિક્ષણ ખૂબ જરૂરી છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓને સંબોધી ઉજ્જવળ ભારતના ભવિષ્ય માટે શિક્ષણનું કેટલું મહત્વ છે તે સમજાવ્યું. ગામના સરપંચશ્રી મયંક પટેલે બાળકોના આવનાર ભવિષ્ય ઉજ્જવળ બને એવી માં પ્રકૃતિને પ્રાર્થના કરી તેમને શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે મારા મિત્ર શાળા માટે હમેશા મદદરૂપ થનાર જયદિપ પટેલ, યોગેશ પુરોહિત ખેરલાવ ગામના વડીલ આગેવાનો શિક્ષકગણ તેમજ વાલીઓ અને બાળકો હાજર રહ્યા હતા અને આ બાળકોના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here