વલસાડ: વલસાડ જિલ્લાના પારડી વિસ્તારમાં દમણી ઝાંપા ઓવર બ્રિજ પર મોડી રાત્રે એક ટ્રકમાં આગ લાગવાની ઘટના બની. ટ્રક બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે કેબિનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો.

Decision Newsને મળેલ માહિતી મુજબ ટ્રક ચાલકે તત્કાલ સૂઝબૂઝ દાખવીને વાહનને રસ્તાની બાજુએ ઉભું રાખ્યું. જો કે, ટૂંક સમયમાં જ કેબિનમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ફાયર વિભાગના કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને આગનું કારણ માનવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જો કે, ટ્રકની કેબિન સંપૂર્ણપણે બળીને નષ્ટ થઈ ગઈ છે. પોલીસે ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here