ડેડીયાપાડા: આકર્ષણને પ્રેમની માની નાની વયમાં બુધ્ધુ બનતી સગીરાઓને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કે ભગાડી જવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે ગતરોજ આવો ફરી એક કિસ્સો ડેડિયાપાડા તાલુકાના એક ગામની સગીર વયની બાળકીને લગ્નની લાલચ આપી યુવાન અપહરણ કરી જતા બાળકી ના પરિવારજનો એ ફરિયાદ આપ્યાનો સામે આવ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ડેડીયાપાડાના મુલ્કા પાડા ગામના દાનીયા નગીન વસાવા એ એક ગામની સગીરવયની 13 વર્ષની દિકરીને એક ગામાના ફળીયામાથી પસાર થતી નદીના કિનારે આવેલ હેડપંપ પાસેથી લગ્ન કરવાના ઇરાદે ફોસલાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ ગયો હતો.

જે બાબતની માહિતી સગીરાના પિતાને મળતા તેમના ઘરે થી થોડે દૂર આવેલ ખેતરમાં બંને મળ્યા. પિતા વિરોધ કરતા દાનીયા વસાવાએ હાથમાં પથ્થર લઈ ફરીયાદ પિતાને જમણાં આંખની ઉપર મારી દઈ ઇજા કરી હતી. હાલમાંદેડીયાપાડા પોલીસમાં પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ નો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here