વાપી: ગતરોજ વાપી મહાનગરપાલિકા દ્વારા પદ્મભૂષણ રજ્જુભાઇ શ્રોફ ઓડિટોરીયમમાં આયોજિત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કાર્યક્રમમાં સહભાગી થઇ સૌને વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવી; ઓડિટોરીયમના સંકુલમાં વૃક્ષારોપણ કર્યું. આવનારા સમયમાં વાપીના લખમદેવ તળાવ અને થલાના અટલબિહારી વાજપેયી જન ઉદ્યાનના રિડેવલપમેન્ટનું કાર્ય વાપીની મેરીલ કંપની દ્વારા સી.એસ.આર. ફંડમાંથી કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમ દરમિયાન આ કાર્યોનું પણ ડિજિટલ અનાવરણ કર્યું હતું. ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્વ ચિંતિત છે ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી એ સૌ પ્રથમવાર ક્લાઈમેટ ચેન્જ વિભાગની રચના કરી સોલાર પોલીસી અમલમાં મુકી છે જેના ફલશ્રુતિ સ્વરૂપે વિશ્વભરમાં જાગૃતિ આવી છે.
આપણું જીવન સેલ્ફ ડિસીપ્લીનવાળુ હોય અને તેમાં દિવસ દરમિયાનની જીવનચર્યામાં આપણે પર્યાવરણનું ધ્યાન રખાય તો જ આપણે આપણી આવનારી પેઢીને સુરક્ષિત ભવિષ્ય આપી શકીશું.











