ધરમપુર: ધરમપુર તાલુકાના શેરીમાળ ગામથી કાંગવી જવા માટેના મુખ્ય રસ્તા પર આવેલા કોઝવે-પુલનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ પૂર્ણ કરી વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો છે. તંત્રની ઝડપી કામગીરીને કારણે સ્થાનિક વાહનચાલકો અને ગ્રામજનોને આવવા-જવામાં પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો છે.

પાણી ઓસરતાં જ માર્ગ અને મકાન વિભાગ એક્શનમાં Decision News ને મળતી વિગતો મુજબ, કોઝવે પર પાણી ઓસરતાં જ માર્ગ અને મકાન વિભાગે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લીધી હતી. રસ્તાના સમારકામ અર્થે ગત તારીખ 11 ઓગસ્ટ 2026 (મંગળવાર)ના રોજ કોઝવે પરથી વાહનોની અવરજવર કામચલાઉ ધોરણે બંધ રાખવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.

બુધવારથી રસ્તો ચાલુ, વાહનચાલકોમાં ખુશી તંત્ર દ્વારા રાત-દિવસ એક કરીને કરવામાં આવેલી કામગીરી બાદ, આજરોજ તારીખ 12 ઓગસ્ટ 2026 (બુધવાર)થી કોઝવે પરનો રસ્તો વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. રસ્તો પુનઃ શરૂ થઈ જતાં શેરીમાળ અને કાંગવી સહિતના આસપાસના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને વહીવટી તંત્રની આ ઝડપી કામગીરીને બિરદાવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here