ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકાના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલતી અરણ્ય લાઇબ્રેરી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું, ઉમરપાડા તાલુકા ની ન્યાયાલય ખાતે જજ સાહેબની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું, આઈ.ટી.આઈ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

પર્યાવરણ પ્રત્યેની આપણી એક જવાબદારી અને ફરજ અનિવાર્ય બનતી હોય તેથી દર વર્ષે પાંચમી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. પર્યાવરણ પ્રત્યે જો આપણે જાગૃત ન બને તો ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ જેવી ગંભીર સ્થિતિનો સામનો કરવો પડે જેથી વધુ માં વધુ વૃક્ષારોપણ કરવામાં આવે અને વૃક્ષોનું જતન કરવામાં આવે એ માટેનો સંદેશ પાઠવ્યો.

કાર્યક્રમમાં પુર્વ કેબિનેટ મંત્રીશ્રી અને હાલના ધારાસભ્યશ્રી ગણપતભાઇ વસાવા સાહેબ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનિલ પટેલ સાહેબ, નિતેશભાઇ વસાવા, ગુલાબભાઇ વસાવા, બાલુભાઇ ચૌધરી, કાળીદાસભાઇ ઠાકોર, જીતેન્દ્રભાઇ વસાવા, મહેશભાઇ પટેલ, યતિનભાઇ ચૌધરી, વિજયભાઇ‌ તબિયાળ તેમજ રેજના તમામ રોજમદાર કર્મચારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.