વાંસદા: વાંસદા તાલુકાના ઉપસળ ગામે ડુંગરી ફળિયામાં ઘરમાં પંખા સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. વાંસદા તાલુકાના ઉપસળ ગામે રહેતા પ્રકાશ કનુભાઈ (ઉ.વ.28)એ છેલ્લા દોઢ વર્ષથી સચીનમાં ટાટા કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે નોકરી કરતો હતો.
Decision news ને મળેલી માહિતી મુજબ એપ્રિલ માસમા સચીનમાં ટાટા કંપનીમાં રાજીનામું આપી નવસારીમાં એશિયન પેન્ટ કંપનીમાં દોઢ માસથી નોકરી ઉપર જતો હતો. થોડાક દિવસથી નોકરી ઉપર જતો ન હતો. બે દિવસથી ઘરે જ રહેતા પરિવારજનોએ તેને પૂછતા માથુ દુઃખે છે,તેમ કહ્યું હતું. છેલ્લા બે-ત્રણ વર્ષથી શેર માર્કેટમાં કામ કરતો હતો.જેથી ટેન્શનમાં રહેતો હતો.
પ્રકાશ 3 જૂનના રોજ ઘરે નહીં આવતા તપાસ કરતા ડુંગરી ફળિયામાં રહેતા ઠાકોરભાઈ નગીનભાઈ પટેલના મકાનમાં પહેલા માળે પંખા સાથે દોરડુ બાંધી કોઈ અગમ્ય કારણસર ફાંસો ખાઈ લીધો હતો. આ બનાવની કનુભાઈ પટેલ (રહે. ઉપસળ)એ વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

