ડેડીયાપાડા: ડેડીયાપાડા તાલુકામાં આવેલાં ડાબકા ગામ પાસે ડુંગરની ઢાળમાં ક્લુઝર ગાડીનાં ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી ક્લુઝર ગાડી પલટી મારતા એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ગાડીમાં સવાર 12 જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે.

ગુંદવાણ (ડાબકા) ગામની સીમમાં આવેલ પાંગરીયા ડુંગરની ઢાળમાં ક્લુઝર ગાડીનાં ચાલક જવલસિંગ વસાવા એ પોતાના કબ્જાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી, સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી ક્લુઝર ગાડી પલ્ટી ખવડાવી દઈ પોતાને તેમજ ગાડીમાં સવાર ફરીયાદી રશીલાબેનને કપાળના ભાગે તથા જમણા હાથના કોણીના ભાગે તથા શરીરે ઓછી વતી ઇજાઓ પહોંચાડી.

Decision news ને મળેલી માહિતી મુજબ રૂષા વસાવા, તથા શારદા વસાવા તથા યશોદા વસાવા તથા એમની વસાવા તથા નિત્યા વસાવા તથા ઉર્વિશા વસાવા તથા નરેશ વસાવા તથા રીયાસ વસાવા તમામ રહે.ડુમખલ, તા.ડેડીયાપાડા જી.નર્મદા તથા રાહુલ ભરત પાડવી રહે સુરગાસ તા. અક્કલકુવા. જીનંદુરબાર નાઓને શરીરે ઓછીવતી ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here