ગોવા: બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગોવા દ્વારા રવિવારે પાટનગર દિલ્હીમાં, સુપ્રિમ કોર્ટના નવનિયુક્ત મુખ્ય ન્યાયમૂર્તિનો અભિનંદન સમારોહ અને વકીલોનું સંમેલન યોજવામાં આવેલું જેમાં CJI BR Gavai મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતાં.

આ સમારોહમાં બોલતાં CJI એ કહ્યું કે, ન્યાયપાલિકા- કાર્યપાલિકા કે સંસદ સર્વોચ્ચ નથી, બંધારણ ‘સુપ્રિમ’ છે અને ત્રણેય સ્તંભોએ બંધારણ અનુસાર કામો કરવાના હોય છે. તેમણે ઉમેર્યું કે, મને ખુશી છે કે દેશ માત્ર મજબૂત જ નથી બન્યો, પરંતુ સામાજિક અને આર્થિક મોરચે વિકસિત બન્યો છે અને આ પ્રોસેસ ચાલુ છે.

CJIએ એ વાત પર ભાર મૂક્યો કે, દેશનું બુનિયાદી માળખું મજબૂત છે. અને, બંધારણના ત્રણેય સ્તંભો સમાન છે. એમણે એમ પણ કહ્યું કે, બંધારણના બધાં જ સ્તંભોએ એકમેક પ્રત્યે સમ્માન પ્રદર્શિત કરવું જોઈએ. તેઓએ જસ્ટિસ તરીકે અત્યાર સુધીમાં આપેલા 50 નોંધપાત્ર નિર્ણયોને સમાવતા એક પુસ્તકનું પણ CJIએ આ સમારોહમાં વિમોચન કર્યું.
અત્રે ઉલ્લેખનિય છે કે, દેશમાં સંસદ ‘સુપ્રિમ’ છે એવા આશય સાથે, છેલ્લા કેટલાંક દિવસો દરમિયાન ઉપરાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવો નિવેદનો આપી વિવાદ સર્જી ચૂક્યા છે એવા સમયે, CJIએ પોતાના અભિવાદન સમારોહમાં આપેલું આ નિવેદન નોંધપાત્ર લેખવામાં આવી રહ્યુ છે. આગામી સપ્તાહમાં તેઓ CJI તરીકે કાર્યરત થઈ રહ્યા છે. અને, સુપ્રિમ કોર્ટમાં કેટલાંક નોંધપાત્ર કેસ ચાલી રહ્યા છે.

BY સંજયભાઈ રાવલ. (ઉત્તમ પરમારના FB એકાઉન્ટમાથી)