ડાંગ: આજરોજ જીલ્લા વિકાસ અધિકારીશ્રી-ડાંગ અને તાલુકા વિકાસ અધિકારીશ્રી-આહવા એ 15માં નાણાંપંચમાં મોટર ખરીદીમાં કરેલ ભષ્ટાચારની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે મનીષભાઈ મારકણા ગુજરાત પ્રદેશ યુવક મંત્રી અને એડવોકેટ રાકેશ પવારની આગેવાની હેઠળ મહામહિમશ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલશ્રી અને ગુજરાત રાજ્યડાંગ જીલ્લા સમાહર્તાશ્રીને આવેદનપત્ર આપી ફરિયાદ કરવામાં આવી હતી.

આહવા તાલુકા પંચાયતમાં 15 માં નાણાંપંચમાં મોટર ખરીદીમાં મોટા પાયે લાખો રૂપિયાનો ભષ્ટાચાર કરેલ તે બાબતે અમોએ જીલ્લા વિકાસ અધિકારીશ્રી-ડાંગને તારીખ 29 જાન્યુઆરી 2025 ના રોજ આવેદનપત્ર આપી ભષ્ટાચારની ફરિયાદ કરેલ તેનો ઘણો સમય વીતી જવા છતાં તપાસ કેમ કરવામાં આવી નથી ખરેખર તપાસ થઈ હોઈ તો તેનો જવાબ/અહેવાલ અમને આપવામાં શુ તકલીફ છે? કે ભષ્ટાચાર કરનાર ભાજપ પાર્ટી સાથે સારો મોભો ધરાવે છે ? એટલે કે. પછી પ્રશાસન સાથે મિલીભગતથી ભાજપ પાર્ટીના રાજકીય આગેવાનો સાથે મળીને ઈરાદાપૂર્વક ભષ્ટાચાર કરવામાં આવ્યો છે. આવા અનેક સવાલો ઉપસ્થિત થાય છે. જો આજ રીતે ડાંગ જીલ્લામાં ભષ્ટાચારને વેગ મળતો હોઈ અને લોકોના વિકાસ માટેના નાણાં અધિકારીઓ અને રાજકીય માણસોના મળતીયાઓને જાહો-જહાલી માટે ઉપયોગ થતો હોઈ ત્યારે ડાંગ જીલ્લા પંચાયત કે આહવા તાલુકા પંચાયતના લોકશાહીના ધજાગરા ઉડતા હોઈ તો પંચાયતી રાજ બંધ કરી જીલ્લા પંચાયત-ડાંગ અને તાલુકા પંચાયત-આહવાને તાળા મારી બંધ કરી દેવું જોઈએ.

ખરેખર તપાસ થઈ હોઈતો ભષ્ટાચાર કરનાર અધિકારી શાસનમાં બેઠેલા મળતીયાઓને સસ્પેન્ડ કે સજા અને દંડ કરવો જોઈએ ભષ્ટાચાર કરનારા ઉપર કોઈપણ કાર્યવાહી કરવામાં નહિ આવશે તો આવા અનેક ભષ્ટાચારો થતા રહેશે અને લોકોને શાસન, પ્રશાસન કાયદા, વ્યવસ્થા, ઉપર કોઈ ભરશો રાખશે કે રહશે નહિ જેથી ઉપરોક્ત બાબતે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને લોકો સમક્ષ આ ભષ્ટાચારને ખુલો કરી ભ્રસ્ટાચારી અધિકારી ઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી સજા કરવામાં આવે જેથી બીજીવાર આવા કૃત્યો કરનારા ભષ્ટાચારીઓ ભષ્ટાચારથી દૂર રહેશે અને વિકાના કામોના નાણાં યોગ્ય જગ્યાએ વાપરશ થાય ત્યારે જ લોકોને સાચા અર્થમાં વિકાસ થયેલો દેખાશે