ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના સારવણી ગામમાં આવેલ હાઈસ્કૂલના શિક્ષિકા શ્રીમતી સુનિતાબેન રમણભાઈ થોરાટને પર્યાવરણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરવા બદલ પર્યાવરણ સરક્ષણ એવોર્ડ -2025 રાજ્ય કક્ષાએ વિશેષ સન્માન પ્રાપ્ત થયું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ સારવણી હાઈસ્કૂલનું ગૌરવ ગાંધીનગર ટાઉનહોલ ખાતે માધવ ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ ,બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા અને અનંતા એજ્યુકેશન કેમ્પસ સરગાસણ ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે આયોજિત પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ વિષયક વિશિષ્ટ કાર્યક્રમમાં સારવણી હાઈસ્કૂલના શિક્ષિકા શ્રીમતી સુનિતાબેન રમણભાઈ થોરાટને પર્યાવરણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરવા બદલ પર્યાવરણ સરક્ષણ એવોર્ડ -2025 રાજ્ય કક્ષાએ વિશેષ સન્માન પ્રાપ્ત થયું અને સારવણી હાઈસ્કૂલની સિદ્ધિમાં એક વધુ મોરપીંછ ઉમેરાયુ
આ કાર્યક્રમમાં ગાંધીનગર ટાઉનહોલ ખાતે સમગ્ર ગુજરાત રાજ્યના પસંદ કરાયેલા 2525 જેટલા આચાર્યો અને શિક્ષકોને શિક્ષણ મંત્રી શ્રી ડીંડોર સાહેબ તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના મદદની સચિવ શ્રી પુલકિતભાઈ જોશી તથા જી સી ઈ આર ટીના સચિવ શ્રી ડુમરાળિયા સાહેબના નેતૃત્વ હેઠળ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ અવસરે એવોર્ડ પામેલ શિક્ષિકા ને શાળા સંચાલક મંડળ ,શાળાના આચાર્ય શ્રી કલ્પેશભાઈ આહીર તથા શાળા પરિવારે શુભેચ્છાઓ આપી હતી











