નવસારી: નવસારીના ખાપરવાડા ગામના ભંડાર ફળિયામાં એક ઉપદ્રવી વાનરને વન વિભાગે સફળતાપૂર્વક પકડી લીધો છે. આ વાનર સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓ પર હુમલો કરતો હતો, જેના કારણે લોકોએ વન વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી.

Decision news ને મળેલી માહિતી મુજબ ગણદેવી રેન્જના આરએફઓ છાયાબેન પટેલના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. વાનરને સફળતાપૂર્વક પકડયા બાદ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવ્યો છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ વાનર છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં ઉપદ્રવ મચાવી રહ્યો હતો. તેની આક્રમક વર્તણૂકને કારણે લોકોની સુરક્ષા જોખમમાં મુકાઈ હતી. વન વિભાગની ત્વરિત કાર્યવાહીથી હવે વિસ્તારના લોકોને રાહત મળી છે.