નવસારી: મરોલીમાં શેરડીના કામ કરતી મહિલાને અચાનક ચક્કર આવતા તેને બાઈક પર લઈને જતા રસ્તે પડી ગઈ. સારવાર માટે લઈ જતા હોસ્પિટલમાં ફરજ પર ના તબીબે મૃત જાહેર કરી હતી. મરોલી વિસ્તારમાં આવેલ ડાભેલ ગામે મજૂરી કામ કરવા સોન ગઢના વિનોદભાઈ વસાવા તેમની પત્ની મંજુલાબેન ઉવ.41 લઈને આવ્યા હતા.
Decision News ને મળેલી માહિતી અનુસાર શનિવારે શેરડીના ખેતરમાં કામ કરતા હતા ત્યારે મંજુલાબેનને સવારે 8.30 કલાકે અચાનક ચક્કર આવી ગભરામણ થતા તેઓએ તેમના પતિ વિનોદભાઈને જાણ કરી હતી. બંને નજીકમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જતા હતા ત્યારે સીમલક મદ્રેસા પાસેથી બાઇક પરથી અચાનક મંજુલાબેન પડી જતા તેમના માથાના ભાગે ઇજા થઈ હતી.
તેણીને હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. આકસ્મિક મોતની ઘટના નોંધી વધુ તપાસ મરોલી આઉટ પોસ્ટના અહેકો ધર્મેન્દ્રસિંહ ગણપતસિંહ કરી રહ્યા છે. મજુરો સોનગઢના હોય પીએમ કરાવીને પોલીસ દ્વારા તેમની લાશને તેમના વતન મોકલી આપ્યા હોવાની માહિતી મળી છે.

