તાપી: તાપી જિલ્લામાં એક આદિવાસી મહિલાની જમીન બાબતે વિવાદ થયો હતો. જેને લઈને મહિલાએ જમીન ખોટી રીતે લેવા બદલ જે તે વ્યક્તિ પર કેસ કર્યો હતો તે સમયે તે વ્યક્તિને કલેકટરે દંડ કર્યો હતો. મહિલાને કેસ પરત ખેંચી લેવા દબાણ થયું હતું. મહિલાએ સમન્સ બજવણી વેળાએ ડીવાયએસપી દ્વારા જાતિ વિષયક અપશબ્દો કેહવા બદલ ડીવાયએસપી વિરુદ્ધ એટ્રોસિટી કોર્ટમાં અરજી કરી હતી. જે પ્રકરણમાં પોલીસે ડીવાયએસપી એ.કે.પટેલ વિરુદ્ધ એટ્રોસિટી દાખલ કરી હતી.

Decision News ને મળેલી માહિતી અનુસાર વ્યારા પંથક પરિવાર સાથે રહેતા આદિવાસી મહિલાની જમીન બાબતે વિવાદ ઊભો થયો હતો. મહિલાની જમીન ખોટી રીતે લેવા બદલ જે તે સમયે કલેક્ટરમાં કેસ થયો હતો. જમીન કેસમાં વ્યારાના ચેતન ભટ્ટને 19 લાખનો દંડ પણ થયો હતો. જેને લઇ કેસ કરનાર મહિલા અને સબંધી પર કેસ પરત ખેંચવા દબાણ કરાયું અને મહિલાના પતિને ખોટા કેસમાં ફસાવવા તજવીજ થઇ હતી. દરમિયાન દંડ થયેલ વ્યક્તિ દ્વારા તત્કાલીન સરકારી વકીલ વીરેન્દ્ર ત્રિવેદીને રોકી આદિવાસી મહિલાના પતિ વિરુદ્ધકેસ કર્યો હતો. જેથી મહિલાના પતિએ દ્વારા પણ તાબે ન થઈ વકીલ વિરુદ્ધ પણ પોલીસ મથકે કેસ કર્યો હતો. દરમિયાન જિલ્લા તત્કાલીન STSC ડીવાયએસપી અતુલ કાંતિલાલ ઉર્ફ એ.કે.પટેલ વકીલની વાતમાં આવી ફરિયાદી મહિલા અને તેના પતિ સહિત પરિવારને નેહેરાન કરવાનો આક્ષેપ લાગ્યો હતો. 16 ડિસેમ્બર 2019 દરમિયાન સવારે મહિલાની દીકરી ઘરે એકલી હતી.

ડીવાયએસપી અને પોલીસ ટીમ મહિલાના ઘરે આવી જાહેરમાં જાતિ વિષયક અપશબ્દો બોલતા દીકરી રડી પડી હતી. ઘટના બાદ ડીવાયએસપીએ મહિલા અને તેના પતિને મળવા બોલાવ્યા હતા. જ્યાં પણ જાતિ વિષયક અપશબ્દો બોલી મહિલાના પતિના હાથમાં સમન્સ પકડાવી જબરજસ્તી સહી કરવાના પ્રયત્નો કરાયો હતો અને પકડીને જાહેરમાં જ જાતિ વિષયક અપ શબ્દો બોલી અપમાન કર્યું હતું. જેને લઈને મહિલાએ ડીવાયએસપી વિરુદ્ધ જિલ્લાની એટ્રોસિટી કોર્ટમાં અરજી કરી હતી. દરમિયાન કોર્ટે ડીવાયએસપી એ.કે.પટેલ સામે એફઆઇઆર કરવા હુકમ કર્યો હતો. જોકે ડીવાયએસપીએ તે સમયે હાઈકૉર્ટનું શરણું લઇ સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશનથી પિટિશન દાખલ કરી હતી. 27/02/25ના રોજ તેમણે પિટિશન પરત લેવાતા કોર્ટના આદેશને પગલે કાકરાપાર પોલીસે ડીવાયએસપી એ.કે.પટેલ વિરુદ્ધ એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો છે.