ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દધેડા ગામે ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો હતો.મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઇડીસી પીએસઆઇ પી.કે.રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે દધેડા ગામે રહેતો રવીભાઇ સરાદભાઇ વસાવા તેના ઘર પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરે છે.
પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા સદર ઇસમ એક મીણીયા થેલામાં દારૂની બોટલો રાખીને વેચાણ કરતો હોવાનું જણાયું હતું. પોલીસે મીણીયા થેલામાં જોતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે આ ગુના હેઠળ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો તેમજ એક મોબાઇલ મળીને કુલ રૂપિયા ૮૦૬૨ નો મુદ્દામાલ કબજે લઇને રવીભાઇ સરાદભાઇ વસાવા રહે.ગામ દધેડા તા.ઝઘડિયાનાને ઝડપી લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ આ હોળી પર્વની પુર્વ સંધ્યાએ ઝઘડિયાના દધેડા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાતા તાલુકામાં દારૂના વેચાણ સાથે સંકળાયેલા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો.

