સુતર: સુરત શહેરના અમરોલી વિસ્તારમાં પરિવારના ત્રણ સભ્યએ સામુહિક આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. અમરોલી રોડ પર આવેલ એન્ટેલિયા ફ્લેટમાં માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પી આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો દ્વારા તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
Decision News ને મળેલી માહિતી અનુસાર પુત્ર બેંક લોનનું કામ કરતો હોવાથી દેવું થતા આર્થિક સંકડામણને કારણે પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. મૃતકોના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં લેણદારો હેરાન કરતા હતા, જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે. આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
મૃતકોના નામ
(1) ભરતભાઈ દિનેશભાઈ સસાંગીયા (પિતા)
(2) વનિતાબેન ભરતભાઈ સસાંગીયા (માતા)
(3) હર્ષ ભરતભાઈ સસાંગીયા (પુત્ર)

