ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની 15મી વિધાનસભાની છઠ્ઠી બેઠકના બજેટ સત્રમાં બજેટ પર ચર્ચા કરતા બજેટ 2025-26ની ચર્ચામાં વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તાર એવા નવસારી જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનામાં બિન આરોગ્યપ્રદ ભોજન પીરસવામાં આવે છે.
અનંત પટેલે કહ્યું કે લગભગ 1980 કોંગ્રેસના શાસન દરમિયાન મધ્યાહન ભોજન યોજના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહેલા બાળકોને બપોરની રિસેસમાં ગરમ આરોગ્યપ્રદ ખોરાક મળી રહે પરંતુ નવસારી જિલ્લામાં ચીખલી તાલુકામાં પીપલગભાણ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાંથી ગરોળી મળી આવી, હાલમાં જ ગણદેવી તાલુકાના અમલસાડની કન્યા શાળાના મધ્યાહન ભોજન યોજનમાંથી ઈયળ નીકળી હતી. આમ NGO દ્વારા ચાલતી મધ્યાહન ભોજન યોજના બંધ કરીને શાળામાં ભોજન બનાવાય અને ગરમ આરોગ્યપ્રદ ભોજન બાળકોને મળી રહે જેથી કુપોષણ વધે નહીં.
ધારાસભ્યએ ઉમેર્યું હતું કે, અમારા વિસ્તારની 34 આંગણવાડી તોડી 2 વર્ષથી તોડી પાડવામાં આવી હતી. હાલમાં નાના બાળકો ઓટલાઓ પર બેસે છે, ભાડાના મકાનોમાં ચાલે છે. આવી આંગણવાડીઓ માટે અધિકારીઓને પૂછતાં એવું કહેવાય છે કે, નાણાની ફાળવણી થાય એટલે કામગીરી પૂર્ણ થશે.

