ધરમપુર: રિતેશ દિવાન નામનો વિદ્યાર્થી ધોરણ 12ની પરીક્ષા આપવા જઈ રહ્યો હતો ત્યારે ધરમપુરના બિલપુડી હનુમંતમાળ રોડ પર બાઈક ટકરાતા અકસ્માત થયો હતો જેમાં તેમનું કરૂણ મૃત્યુ થતાં સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.

Decision News ને મળેલી જાણકારી મુજબ ધરમપુરના બિલપુડી હનુમંતમાળ રોડ પર રિતેશ દિવાન નામનો વિદ્યાર્થી ધોરણ 12ની પરીક્ષા આપવા જઈ રહ્યો હતો તે દરમિયાન સામે આવતા બાઈક ટકરાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં આશાસ્પદ યુવકનું મોત થયું હતું. મોતથી પરિવારમાં ગમગીની ફેલાઈ છે. સાથે 2 વિદ્યાર્થીઓને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અન્ય બાઈક પર સવાર દંપતિને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ધરમપુરના માલનપાડા કેન્દ્ર પર યુવક ધો. 12ની પરીક્ષા આપવા જઈ રહ્યો હતો। એક જ બાઈક પર ત્રણ વિદ્યાર્થી મિત્રો સવાર હતા. આકસ્મિક અકસ્માતમાં મૃત્યુ થવાના લીધે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here