ખેરગામ: હાલમાં શિવરાત્રીને લઈને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં મેળાનું આયોજન કરાયું હતું તેવી જ રીતે ખેરગામ નાધાઈ ગામમાં પણ શિવરાત્રીનો મેળો ભરાયો હતો. આ મેળામાં મહિલાના ચેઇન સ્નેચિંગની ઘટના બહાર આવી છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ ખેરગામ તાલુકામાં મહાશિવરાત્રી પર્વના ગુપ્તેશ્વર મહાદેવ નાંધઈ ગામના મેળામાં એક મહિલાની સોનાની ચેઇન સ્નેચીંગના ગુનાના આરોપીઓને મુદામાલ સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડી ગુનો નોંધ્યો હતો. પોલીસની આ કામગીરીને લઈને ખેરગામ પોલીસ ટીમની પ્રસંશા કરાઈ રહી છે.
મેળામાં હજારો લોકોની ભીડમાં ગણતરીના કલાકોમાં જ ખેરગામ પોલીસે નાંધાઈ ગામના ગુપ્તેશ્વર મહાદેવના મેળામાં મહિલાની ચેઇન સ્નેચિંગ કરનાર બે ઈસમોને પકડી પાડ્યા હતા. હાલમાં પોલીસ આ ચેઇન સ્નેચિંગ કરવાવાળા પર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

