ગુજરાત: ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓની હાજરીને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓએ સમયસર ઓફિસ પહોંચવાનું રહેશે. હવે કર્મચારીઓએ દરરોજ સવારે 10.40 વાગ્યા સુધીમાં ઓફિસ પહોંચવું પડશે. ઓફિસ બંધ થવાનો સમય સાંજે 6:10નો રહેશે. જે કર્મચારીઓ સવારે મોડેથી અને સાંજે વહેલા નીકળે છે, તેમની રજા કાપવામાં આવશે.
Decision News ને મળેલી માહિતી મુજબ સામાન્ય વહીવટ વિભાગે આવા કર્મચારીઓની રજા અડધો દિવસ ઘટાડવાનો પણ નિર્ણય લીધો છે.કર્મચારીઓ સમયસર સરકારી કચેરીઓમાં હાજર રહે તે માટે ગુજરાત સરકારે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ’ લાગુ કરી હતી. સરકારે આ નિર્ણયનો અમલ અમુક કચેરીઓમાં જ કર્યો હતો. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે મોડા આવતા અને વહેલા ઘરે જતા કર્મચારીઓ માટે કડક નિર્ણય લીધો છે. સરકારે પરિપત્ર બહાર પાડયો .ગુજરાત સરકાર દ્વારા અગાઉ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ સરકારી પરિપત્ર મુજબ, સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ તેમની હાજરીમાં નિયમિતતા અને શિસ્ત જાળવે, સરકારી કામમાં કાર્યક્ષમતા વધે અને કર્મયારીઓને તેમની ફરજો નિયમિત અને નિષ્ઠાપૂર્વક બજાવવા પ્રોત્સાહિત કરે તે સુનિશ્ચિત કરવા સરકારી કચેરીઓને જરૂરી સરકારે પરિપત્ર બહાર પાડયો.
ગુજરાત સરકાર દ્વારા અગાઉ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ સરકારી પરિપત્ર મુજબ, સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ તેમની હાજરીમાં નિયમિતતા અને શિસ્ત જાળવે, સરકારી કામમાં કાર્યક્ષમતા વધે અને કર્મચારીઓને તેમની ફરજો નિયમિત અને નિષ્ઠાપૂર્વક બજાવવા પ્રોત્સાહિત કરે તે સુનિશ્વિત કરવા સરકારી કચેરીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

