ધરમપુર: વલસાડની કુસુમ વિદ્યાલયમાં અભ્યાસ કરતા દક્ષિણ ઝોન પ્રદેશ કક્ષાની કલા મહાકુંભમાં વાંસળી સ્પર્ધામાં બેસ્ટ પરફોર્મન્સ આપી બંને આદિવાસી દીકરાઓએ રુદ્રવ પટેલ અને જૈનીલ પટેલએ ધરમપુર તાલુકાને ગૌરવ અપાવ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ ખાતેની કુસુમ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધરમપુર તાલુકાનો રૂદ્રવ પટેલ દક્ષિણ ઝોન પ્રદેશ કક્ષાની કલા મહાકુંભમાં ભાગ લીધો. ગુજરાત પ્રદેશ કક્ષાની કલા મહાકુંભ દક્ષિણાપથ સ્કૂલ વ્યારામાં યોજાયો હતો. જેમાં દક્ષિણ ગુજરાત ઝોનમાં સમાવેશ જિલ્લા કક્ષામાંથી સ્પર્ધકો દક્ષિણ ઝોન પ્રદેશ કક્ષા કલા મહાકુંભમાં અલગ અલગ કેટેગરીની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ધરમપુર તાલુકા ના મોટીઢોલડુંગરી ગામનો દીકરો રૂદ્રવ પટેલ અને જૈનીલ પટેલ એ 6 થી 14 વયજૂથમાં ભાગ લઈ રૂદ્ર અને જૈનીલ પટેલ ને શીખવનાર મીલન ભાઇ વાડીવાળાના માર્ગદર્શન હેઠળ વાંસળી સ્પર્ધામાં ભાગ લઇ ધરમપુર તાલુકાનો ડંકો વગાડ્યો હતો.

રુદ્રવ અને જૈનીલ એ પોતાની વાંસળી વાગાડીને લોકોને અને નિરીક્ષકોને પ્રભાવિત કર્યા

દક્ષિણ ઝોન પ્રદેશ કક્ષાની કલા મહાકુંભમાં વાંસળી સ્પર્ધામાં બેસ્ટ પરફોર્મન્સ આપી રુદ્રવ પટેલ અને જૈનીલ પટેલ એ ધરમપુર તાલુકાને ગૌરવ અપાવ્યું છે. ધોરણ 2 માં અભ્યાસ કરતા રુદ્ર પટેલ અને ધોરણ 1 માં અભ્યાસ કરતા જયનીલ પટેલએ પહેલેથી જ વાંસળી શીખવાની શરૂઆત કરી હતી આગામી દિવસોમાં આ રુદ્રવ અને જૈનીલ પટેલ વાંસળી સ્પર્ધામાં રાજ્યકક્ષાએ સિદ્ધિ મેળવવાની આશા રુદ્ર અને જયનીલની માતા સુનિતા પટેલે વ્યક્ત કરી છે સાથે રુદ્રવ અને જૈનીલની સફળતાને અભિનંદન પાઠવ્યા છે