ગુજરાત: ડિરેક્ટર ઑફ પ્રૉસિક્યુશન અંબાલાલ પટેલે (A R Patel DoP) રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને લખેલો પત્ર ગૃહ વિભાગ તેમજ DGP Gujarat ને મોકલ્યો છે. પત્રમાં તપાસ અધિકારીઓ દ્વારા રાખવામાં આવતી ગંભીર ખામીઓનો ઉલ્લેખ કરાયો છે.
• પોલીસ તપાસમાં ગંભીર ખામીઓ તેમજ નિષ્કાળજી રાખે છે. પૂરાવારૂપે કબજે કરાયેલા મોબાઈલ ફોનની યોગ્ય તપાસ નથી કરતા.
• મોબાઈલ ફોનના સીમ કાર્ડ અને કોલ ડિટેલ્સનું પ્રમાણપત્ર નથી લેતા.
• પૂરાવારૂપે કબજે લેવાયેલો મુદ્દામાલ FSL માં વિલંબથી મોકલે અથવા મોકલતા જ નથી.
• કેસમાં મદદરૂપ સાહેદોના નામ-સરનામા ખોટા લખે છે.
• પોલીસ કેસની તપાસ ખોટી દિશામાં કરે છે.
• આરોપીઓ છુટી જાય તેવી કેસમાં છટકબારીઓ રાખે છે.
મેડિકલ એવિડન્સને ધ્યાને લીધા વિના તપાસ કરે છે.
• FSL Officer એ સ્થળ પરિક્ષણ વખતે આપેલી સૂચનાનું IO પાલન કરતા નથી.• કેસમાં મદદરૂપ થતા
FSL અહેવાલ અદાલતમાં મોકલતા જ નથી.
• નિયત સમય મર્યાદામાં તપાસ અધિકારીઓ ચાર્જશીટ કરતા નથી.
ચાર્જશીટનો સમય પૂર્ણ થવાના બે-ત્રણ દિવસ અગાઉ ચાર્જશીટ વેરિફિકેશન માટે સરકારી વકીલ પાસે લાવે છે.
ચાર્જશીટ પૂર્તતા માટે પરત અપાય ત્યારે સમય મર્યાદામાં પરત લાવતા નથી.
તપાસ અધિકારી ચાર્જશીટના દસ્તાવેજો ખોવાઈ જાય તો તેની જવાબદારી લેતા નથી.
અદાલત સમક્ષ કેસની જુબાની આપવા આવતી વખતે કેસ ડાયરી સાથે લાવતા નથી.
કેસની જુબાની સમયે સરકારી વકીલને મળતા નથી તેમજ દસ્તાવેજોનો અભ્યાસ પણ કરતા નથી.
• અદાલતની મુદ્દત વખતે જાણ કરવા છતાં પણ Investigation Officer હાજર રહેતા નથી

