વાંસદા: આદિવાસી સમાજના રમતવીરો દરેક રમતગમતમાં પોતાની પ્રતિભાના પરચા બતાવી રહ્યા છે ત્યારે વાંસદાનો ખો ખો ખેલાડી ચેતન ભગરીયાએ ઓલ ઈન્ડીયા સિનિયર નેશનલ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૫માં ગોલ્ડ મેડલ મેળવી આદિવાસી સમાજની ગૌરવ વધાર્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ઓલ ઇન્ડિયા નેશનલ ચેમ્પિયનશીપ ૨૦૨૫ની એથ્લેટીક્સ તારીખ 31 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી 2025 દરમિયાન કેરળના કુન્નમકુલમ મેદાન ખાતે યોજાયેલ હતી. જેમાં ચેતનભાઈ ભગરીયાએ 200 મી. બ્રેઝ અને 400 રીલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.
આદિવાસી સમાજના ઉભરાતાં દોડવીર ચેતન ભગરીયા હવે પછી ઈન્ડોન એશિયા એથ્લેટીક્સમાં પસંદગી પામ્યા છે. હાલમાં મલેશિયા ખાતે આગામી સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યા છે. તેમને વિશ્વાસ છે કે તે નેશનલ સ્તરે પણ જીતનો પરચમ લહેરાવી ગોલ્ડ જીતશે.

