ભરૂચ: હાલમાં જ ગુજરાત રાજ્યના ખાલી પડેલી સ્થાનિક સ્વરાજ્યની બેઠકો માટે પેટાચૂંટણી તારીખ જાહેરાત થતાં ભરૂચ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ખાલી બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની હોડ જામી છે ત્યારે હાસોટ તાલુકા પંચાયતની પંડવાઈ બેઠક ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળ કુલ પાંચ ઉમેદવારોએ ઉમેદવારી કરી છે.
Decision News ને મળતી માહિતી મુજબ જેમાં ભાજપના મેન્ડેટ હેઠળ મનીષભાઈ ઉમેદભાઈ પટેલ જ્યારે કોંગ્રેસના મેન્ડેટ હેઠળ,ધનરાજ સિંહ વિજયસિંહ પટેલ, અસલમ જેબ અબ્દુલ મકરાણી આમોદ અપક્ષ, ધર્મેન્દ્રભાઈ દલપતભાઈ પટેલ પંડવાઈ, મોહમ્મદ ઈર્શાદ અબ્દુલ ગફાર આમોદનાઓએ ઉમેદવારી પત્રો ભર્યા છે ભાજપ અને કોંગ્રેસના ટેકેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પણ હાજર રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે બંને પક્ષો ભાજપ તથા કોંગ્રેસ વચ્ચે જ હરીફાઈ રહેશે અને બંનેના ઉમેદવારો પિતરાઈ ભાઈઓ જ એકબીજાની સામે ઊભા રહ્યા છે પંડવાઈ બેઠક આ અગાઉ રઉફ શેખ કે જેઓ ભાજપમાંથી ચૂંટણી લડી જીત્યા હતા.
તેઓએ તાલુકા પંચાયતના સદસ્ય પદેથી રાજીનામુ આપતા સદર આ બેઠક ખાલી પડેલ હોય આ બેઠકની ચૂંટણી યોજાઇ રહી છે. આમોદ તાલુકા ખાતે પણ સ્થાનિક સ્વરાજની આછોડ જિલ્લા પંચાયતની ખાલી બેઠકની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીમાંથી જેન્તીભાઈ મોતીભાઈ વસાવા એ પોતાના ટેકેદારો સાથે આમોદ મામલતદાર ખાતે પોતાની ઉમેદવારી ઉમેદવારી નોંધાઈ હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેલાભાઈ ભીમાભાઇ વસાવા એ ધારાસભ્ય દેવ. કિશોર સ્વામી અને ટેકેદારોની ઉપસ્થિતિમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી.











