સુરત: સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા તા. 1 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી 2025ના રોજ સમાજ ભવનનના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું નેશનલ ફાઈટર કિકેટ મેદાન મગદલ્લા ગામમા આયોજન કરવામાં આવેલ હતુ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ રાજ્યકક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા શરૂઆત કરવામાં આવેલ હતી
આ કાર્યક્રમની પ્રકૃતિ પૂજા કરી આદિવાસી સમાજ દ્વારા તેમને સંસ્કૃતિ મુજબ માથે ફાડિયુ બાંધી સન્માન કરવામાં આવેલ અને તેમના દ્વારા નવ યુવાનોને રમત ગમત ક્ષેત્રે તેમજ સંગઠિત થઈ સમાજના સૌ સભ્યો સાથેઆવે સમાજના પ્રશ્નો બાબતે બેઠક કરી સમાધાન લાવી શકાય અને સમાજ સંગઠનની પ્રવૃત્તિઓ સાથે રહીને કરવામાં આવે તો સમાજનુ ઉત્થાન સાથે સમાજના વિકાસ માટે ફાળો મોટો ગણાશે તેવુ જણાવતા તેમના દ્વારા નવ યુવાનોને કિકેટની શરૂઆત કરી ખુબ પ્રોત્સાહિત કરવામાં આવેલ.
સમસ્ત આદિવાસી સમાજ ના વિવિધ જ્ઞાતિના મંડળો ગામિત, કોકણીસમાજના પ્રમુખ ,શ્રી એમ બી માહલા, ગામિત સમાજના શ્રી બાબુભાઇ ગામિત વસાવા સમાજના પ્રમુખ શ્રી ચીમનભાઈ વસાવા, નાયકા સમાજના પ્રમુખ શ્રી રમણભાઈ નાયકા, મીણા સમાજના પ્રમુખ શ્રી રાકેશભાઈ મીણા, ભીલ સમાજના પ્રમુખ શ્રી હિતેશભાઈ મુડવાલા, સંપસભા ના પ્રમુખશ્રી મનાતભાઈ ભમાત તેમજ રેલ્વે પટટી કુકણા સમાજના પ્રમુખ/શ્રી ભૂપેન્દ્રભાઈ પવાર વિગેરેના સમાજના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહી સમાજના નવયુવાનોને પ્રોત્સાહિત કરવામા આવેલ સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા તેમનો ખુબ ખુબ આભાર અદયક્ષ કાંતિભાઈ કુનબી દ્વારા વ્યક્ત કરવામા આવ્યું હતું.