ડાંગ: પોલીસની જરા સત્તા શું મળી જાય છે ગરીબ લોકોને તો ખરા જ પણ પોલીસવાળા GRD ને પણ ગાળો આપતા ઓડિયોમાં સંભળાઈ રહ્યાં છે શું ખરેખર ખાખી નાના માણસોની સુરક્ષા માટે છે કે દબાવવા માટે.. દ્રશ્યો તો કઈ અલગ જ બતાવી રહ્યા હતા.
Decision News પાસે ફરિયાદ કરતાં ડાંગમાં જામનવિહિર ગામના GRD તરીકે આહવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પવાર બુધ્યાભાઈ રૂપસિંગભાઇ જણાવે છે કે આહવા પોલીસના અમારી હાજરી પૂરનાર ઇન્ચાર્જ મહમદ ઈદરીશ જે એ એસાઈમાં ફરજ બજાવે છે અને એક અમરત ભાઈ જે પણ એ સાયયમાં ફરજ બજાવે છે અને પી. એસ.ઓ છે. જેઓએ મેં ખૂબ જ આજીજી કરતાં પણ મારી હાજરી ન પૂરતા મને ગાળા ગાડી કરી એ ઓડિયોમાં તમે સાંભલાઈ છે.
તેમનું વધુમાં કહેવું હતું કે હું દસ મિનિટ ફરજ પર મોડે હાજર થઈ હતો જેના કારણે મારી સાથે તેમણે અભદ્ર ભાષામાં વાત કરી છે હું આદિવાસી સમાજનો છું: નોકરી કરી મારા પરિવારનું ગુજરાન ચલાવું છે પણ આ રીતે ખોટી ગાળો સહન નહીં થાય જો મારી સાથે આ અધિકારીઓ દરેક વખતની જેમ વર્તન કરતા રહેશે તો મારાથી કોઈ ખોટું પગલું ભરાઈ જશે તેના જિમ્મેદાર આ બે અધિકારીઓ રહેશે.