મનોવિજ્ઞાન: મનોવિજ્ઞાનીનું કામ કાઉન્સેલિંગ કરવાનું અને સાચી દિશા બતાવવાનું છે, પણ આવા જ એક મનોવિજ્ઞાનીએ સાચી દિશા બતાવવાનું ભૂલી જઈને ઘણી વિદ્યાર્થિનીઓનું જીવન બરબાદ કરી નાખ્યું છે. આ આંકડો એક કે બે નહીં પણ 50  થી વધુનો છે. તેમાં એવી ઘણી વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે જેમના પર આ મનોવિજ્ઞાની દ્રારા સગીર વયે બળાત્કાર કરવામાં આવ્યો છે. બાદમાં, તેના લ પછી પણ, તેણે તેના ફોટા બતાવીને બ્લેકમેઇલ કરીને તેના પર બળાત્કાર ચાલુ રાખ્યો હતો.આ મામલો મહારાષ્ટ્રના નાગપુરનો છે, એક મનોવિજ્ઞાની છેલ્લા 15 વર્ષથી 50 થી વધુ વિધાર્થીઓને બ્લેકમેઇલ અને જાતીય શોષણ કરતો હતો.

Decision News ને મળતી માહિતી મુજબ મનોવિજ્ઞાન રાકેશ ધોકેની 49 વર્ષના છે અને બે પુત્રીઓના પિતા છે. રાકેશ ધોકે ભંડારા અને ગોંદિયા જિલ્લા જેવા ગ્રામીણ વિસ્તારોમાંથી આવતી વિદ્યાર્થિનીઓ માટે સેશન યોજતો હતો. આ ‘કાઉન્સેલિંગ કેમ્પ’ના નામે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને બહાર લઈ જતો અને ગરીબ વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારતો હતો.આરોપીના દુષ્કર્મ ફકત આટલા પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેણે તેના વિસ્તારની ઘણી મહિલાઓની છેડતી પણ કરી છે. તેના સીસીટીવી ફટેજ પણ સામે આવ્યા છે. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી છે. આ હરકતોને કારણે મનોવિજ્ઞાનીને રસ્તાની વચ્ચે ઘણી વખત માર મારવામાં આવ્યો હતો.

આમ છતાં, રાજેશ ધોકે પોતાની પ્રવૃત્તિઓ બધં ન કરી.આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો યારે આરોપીએ એક મહિલાને બ્લેકમેઇલ કરી અને વારંવાર મળવા માટે બોલાવી. અંતે કંટાળીને મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આરોપી રાજેશ વિદ્ધ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ અધિનિયમ,અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ હેઠળ ત્રણ અલગ-અલગ કેસ નોંધ્યા છે.કેસની ગંભીરતાને જોતા, પોલીસે એક એસઆઈટીની રચના પણ કરી છે. પોલીસ પીડિત વિધાર્થિનીઓ અને મહિલાઓને આરોપી રાજેશ ધોકે વિદ્ધ ફરિયાદ નોંધાવવા અપીલ કરી રહી છે. કારણ કે, પોલીસનું પણ માનવું છે કે, આરોપીએ કાઉન્સેલિંગ કેમ્પ યોજ્યો  હતો. ઘણી મહિલાઓ અને વિદ્યાર્થિનીઓ આ નરાધમની 15 વર્ષથી ભોગ બની છે.